Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની માંગ : બાબરી મસ્જિદ હતી ત્યાં જ જમીન જોઈએ : રીવ્યુ પિટિશન કરશે : શરીયા કાનૂન મુજબ બીજે જગ્યા લઇ ન શકાય

નવી દિલ્હી : મુસ્લિમ  પર્સનલ લો બોર્ડની આજે મળેલી મીટિંગમાં બોર્ડના સભ્ય ઝફરયાબ  જિલાની જાહેર કર્યું હતું કે બાબરી મસ્જિદ ની જગ્યાનાબદલે બીજી જગ્યા શરિયા કાનૂન મુજબ સ્વીકાર્ય નથી, એટલે  અયોધ્યામાં બાબરી મસ્જિદની જ જગ્યા માટે મુસ્લિમ પર્સનલ લો. બોર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર તો રિવ્યુ પિટિશન કરશે. દસ મુદ્દા ઉપર આ પિટિશન થશે.

  જમિયત ઉલમા એ હિંદ કહ્યું હતું કે અમને ખબર છે કે અમારી પિટિશન ૧૦૦% ફગાવી દેવામાં આવશે. પરંતુ આ મારો હક છે એટલે અમે અરજી કરશું. લખનઉની મુમતાજ બીજી કોલેજમાં બોર્ડની બેઠક મળી હતી. સૈયદ રાબે હસન નદવી એ કહ્યું હતું કે અન્યત્ર પાંચ એકર જમીન સ્વીકાર્ય નથી

(8:57 pm IST)