Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

શ્રેણીબદ્ધ મુદ્દા ચમકશે

ખેડૂતના મુદ્દાને પણ કોંગ્રેસ ઉઠાવશે

નવી દિલ્હી, તા. ૧૭ : રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. આ સત્ર તોફાની બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. સત્ર દરમિયાન કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ, આર્થિક મંદી, બેરોજગારી અને સિટિઝનશીપ બિલ લાવવાની સરકારની યોજના સહિતના મુદ્દા પર સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર ખેંચતાણ જોવા મળે તેવી શક્યતા છે. શિયાળુ સત્રમાં ક્યા ક્યા મુદ્દા છવાશે તે નીચે મુજબ છે.

*   નેશનલ કોન્ફરન્સના સાંસદો અને પીડીપીના સાંસદોને કસ્ટડીમાં રાખવાનો મામલો

*   ખેડૂતોની ખરાબ હાલતને લઇને મુદ્દાઓ

*   આર્થિક મંદીની હાલની સ્થિતી

*   કલમ ૩૭૦ની નાબુદી બાદ જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતી

*   આર્થિક મંદીની હાલની સ્થિતી

*   ત્રાસવાદ અને આંતરિક સુરક્ષા

*   નાગરિક સુધારા બિલ

*   યુરોપિયન સાંસદના કાશ્મીર પ્રવાસ

*   મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રાજકીય સ્થિતી

*   બરોજગારીની વધતી જતી સમસ્યા

*   દિલ્હી અને એનસીઆર સહિત દેશના જુદા જુદા ભાગોમાં પ્રદુષણની ગંભીર સ્થિતી

*   અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતી

(8:05 pm IST)