Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

શ્રીલંકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણીનું પરિણામે ભારત અને ચીન માટે કંઇ કઈ બાબત મહત્‍વનું રહેશે જાણો ફટાફટ

શ્રીલંકામાં આવનારી રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ ભારત અને ચીન બન્ને દેશોનાં રાજકારણ અને ડિપ્લોમસીની રીતે ખૂબ મહત્વનું છે. જાણો કોના જીતવાથી ક્યાં દેશને ફાયદો થશે. કેમ ભારત અને ચીન બન્ને આ દેશની ચૂંટણી પરિણામ પર નજર માંડીને બેઠાં છે? ભારતને આ દેશનાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામને લઈને કઈ ચિંત સતાવી રહી છે?

શ્રીલંકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ રવિવાર રાત સુધીમાં પરિણામ આવી જવાની આશા સેવાઈ રહી છે. ભારત અને ચીન બન્ને ચૂંટણીનાં પરિણામને લઈને નજર માંડીને બેઠાં છે. શ્રીલંકા બંન્ને દેશો માટે રાજકીય તથા ડિપ્લોમસીની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. આનું કારણ હિંદ મહાસાગરમાં શ્રીલંકાની સ્થિતિ. કેમ કે તે વ્યવસાયિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. લગભગ 2.1 કરોડની વસ્તીવાળા શ્રીલંકામાં મતદારોની સંખ્યા લગભગ 1.6 કરોડ છે. જે ઉમેદવારને 50 ટકાથી વધારે વોર્ટ મળશે તે રાષ્ટ્રપતિ બનશે.

આ ચુંટણીમાં અત્યાર સુધી બે મોટા નેતાઓ ગોતબયા રાજપક્ષે અને સજિત પ્રેમદાસા વચ્ચે જંગ જોવા મળશે. હાલનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ આ વખતે ચૂંટણીમાં ઉભા નહી રહેવાનો નિર્ણય કર્યો છે. તેમની શ્રીલંકા ફ્રિડમ પાર્ટી(SLFP)એ રાજપક્ષે સમર્થન આપવાની વાત કરી છે. રાજપક્ષે પોતાના મોટા ભાઈ મહિંદ્રા રાજપક્ષેની સરકારનાં મહત્વનાં સભ્ય રહી ચૂક્યાં છે. લોકપ્રિયતા છતાં ગોતબયા રાજપક્ષે અને તેમની શ્રીલંકા પોદુજના પેરમુના પાર્ટી નાની સંખ્યાનાં કારણે હંમેશા ચર્ચામાં રહી છે.

ચીનને કોલંબો બંદરને ડેવલપ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. ભારતે કોલંબો બંદરમાં ઈસ્ટર્ન કંટેનર ટર્મિનલ બનાવવા માટે શ્રીલંકા સાથે એક સમજૂતી કરી છે. ભારતનાં આ કરારને લઈને તેને આમાં રસ છે કેમ કે ભારતમાં આવનારો તમામ સામાન કોલંબો બંદર થઈને આવે છે. આ સંજોગોમાં શ્રીલંકામાં કોઈ પણ સત્તા પર આવે તો ભારત તેની પાસેથી મદદ મેળવવા ઈચ્છશે. જોકે રાજપક્ષે પરિવારનાં રવૈયાને લઈને તેને ચિંતા થઈ રહી છે.

ગૃહ યુદ્ધ બાદ શ્રીલંકાનાં વિદેશી મુદ્દાઓ પર ભારતનું મહત્વ ઓછું થયું છે. શ્રીલંકાનાં તમિલો અને ભારતની વચ્ચેનાં સંબંધો ગૃહ યુધ્ધ પછી નબળા પડ્યાં છે. ત્યાં ઘણાં તમિલોનો લાગે છે કે ભારતે તેમને દગો આપ્યો છે. સિંધલી પણ ભારત સાથે હેલ્થી સંબંધો અનુભવી શકતા નથી. તેમજ તેને એક સમસ્યાની જેમ જોવે છે. પરંતુ ભારતની સરખામણીએ ચીન સઈલેન્ટલી સદંતર શ્રીલંકામાં ઈન્વેસ્ટ કરી દેશને દેવા હેઠળ દબાવી દીધું છે.

પ્રેમદાસા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ (NDAF)નું પ્રતિનિધિત્વ કરે છે. જે દક્ષિણપંથી કુલુવલણ દાખવનાર સત્તારુઢ યુનાઈટેડ નેશનલ પાર્ટી(UNP)ની સાથે ગઠબંધનનાં સભ્યો છે. અત્યારે તેઓ UNPનાં ડેપ્યુટી લીડર અને સરકારનાં આવાસ, નિર્માણ અને સાંસ્કૃતિક મામલાનાં મંત્રી છે. વિશેષજ્ઞોનાં મતે રાજપક્ષની જીત ચીન માટે ફાયદાકારક છે. રાજપક્ષની જીત ચીનની મોટી જીત હોઈ શકે છે. ગોતબયાનાં ભાઈ મહિંદ્રાની સત્તા દરમિયાન 10 વર્ષોમાં ચીને ઈન્વેસ્ટમેન્ટમાં સતત વધારો કર્યો છે.

રાજપક્ષે 2015 સુધી શ્રીલંકાની સત્તા પર રહ્યાં છે. મહિંદ્રા રાજપક્ષેએ ચીન પાસેથી અરબો ડૉલરનો ઉધાર લીધો અને પોતાનાં મુખ્ય બંદર કોલંબોના દ્વાર ચીનનાં યુદ્ધ જહાજો માટે ખોલી દીધાં. તેમણે ચીન સાથે મળીને એક મહાકાર બંદર (હબનટોટા)નું નિર્માણ પણ કર્યું છે . આજ કારણે તેઓ ચીનનાં દેવા હેઠળ દબાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આશા સેવવામાં આવી છે કે ગોતબયા રાજપક્ષેનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ આજ સ્થિતિ યથાવત રહેશે. બીજી તરફ પ્રેમદાસાએ તર્કસંગત વ્યાપાર નીતિ સાથે મૈત્રીપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધ વિકસાવવાનો વાયદો કર્યો છે.

(1:56 pm IST)