Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્‍યા મામલે ઔવેસી સતત બોલ્‍યા જ કરે છે લ્‍યો હવે કહ્યું મને મારી મસ્‍જીદ પાછી જોઇએ : બાબરી ધ્‍વંશ મુદ્દે કોંગ્રેસ-RSSને જવાબદાર ગણાવ્‍યા

નવી દિલ્‍હી : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયા પછી AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું રાજકીય નિવેદન ફરી પાછું આવ્યું છે. હવે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મને મારી મસ્જિદ પાછી જોઈએ.

9 નવેમ્બરે અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યા પછી ઓવૈસી બોલ્યા હતા કે, જેમણે બાબરી મસ્જિદ તોડી, તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ખેરાતની જરૂર નથીઃ

તેમણે કહ્યું હતું કે, જો મસ્જિદ ત્યાં જ રહે તો કોર્ટ શું નિર્ણય લેતે. આ કાયદાની વિરુદ્ધ છે. બાબરી મસ્જિદ જો તોડવામાં નહિ આવતે તો નિર્ણય શું આવતે. અમને ભારતના બંધારણ પર ભરોસો છે. અમે પોતાના અધિકારો માટે લડી રહ્યા હતાં. 5 એકર જમીનની ખેરાતની જરૂર નથી. મુસ્લિમ ગરીબ છે, પણ મસ્જિદ બનાવવા માટે અને પૈસા એકત્રિત કરી શકીએ છે.

ઓવૈસીએ કહ્યું હતું, અમારે 5 એકર જમીનની ઓફરને ફગાવી દેવી જોઈએ. આ દેશ હવે હિંદુ રાષ્ટ્રના માર્ગે જઈ રહ્યો છે. RSSએ અયોધ્યાથી આની શરૂઆત કરી છે અને NRC, સીટિઝન બિલ દ્વારા તેને પૂરો કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, RSS અને કોંગ્રેસના કાવતરાને કારણે બાબરીનો વિધ્વંસ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટને દગો આપવામાં આવ્યો હતો. મસ્જિદ વિશે કોઈ સોદો કરી શકાય નહિ. હું મારા ઘરનો સોદો કરી શકુ છું પણ મસ્જિદની જમીનનો સોદો નહિ કરી શકું.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચે નિર્ણય સંભળાવ્યો હતો. અયોધ્યા ચૂકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકરની અલગથી જમીનની ફાળવણી કરવામાં આવી હતી. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે. 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(1:55 pm IST)