Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

બોગસ બીલો બનાવા ૧૦૮ કરોડની કરરાહત મેળવવાના રેકેટને ઝડપી લેતી સેન્‍ટ્રલ GST કમિશ્‍નરની ટીમ

 નવી દિલ્હી, : સેન્ટ્રલ જીએસટીના દિલ્હી-પશ્ચિમના કમિશનરે નકલી બિલોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ દ્વારા અયોગ્ય રીતે ૧૦૮ કરોડ રૃપિયાની કર રાહત મેળવવામાં આવી હતી તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

રોયલ સેલ્સ ઇન્ડિયા અને અન્ય ૨૭ ડમી કંપનીઓ દ્વારા ગુડ્ઝ અને સર્વિસ આપ્યા વગ નકલી બિલ જારી કરવામાં આવ્યા હતાં. આ સંદ્ભમાં બે વ્યકિતની ાૃધરપકડ કરવામાં આવી છે અને સૃથાનિક કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીાૃધા છે.

સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ(આઇટીસી)નો લાભ મેળવવા માટે ૨૮ નકલી કંપનીઓ ચલાવવામાં આવતી હતી.

૯૦૦ કરોડ રૃપિયાની રકમના નકલી બિલો બનાવીને અયોગ્ય રીતે ૧૦૮ કરોડ રૃપિયા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી. અઆ રેકેટ દ્વારા કોણે કોણે લાભ મેળવ્યો છે તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે. અિાૃધકારીઓએ આ નકલી કંપનીઓના બેંક એકાઉન્ટમાં ૧.૫૮ કરો રૃપિયા સૃથગિત કરી દીાૃધા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વ્યકિતઓની કાર્ય પ્રણાલી એક બીજા સાાૃથે જોડાયેલી છે. તેમણે શંકાસ્પદ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશમાં નકલી કંપનીઓનું જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું અને તેના નામે જ મોટી સંખ્યામાં નકલી બિલો બનાવ્યા હતાં.

(1:53 pm IST)