Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ચીનની મંદીની અસર અમેરિકા સહિત વિશ્વભરમાં દેખાશે : ફેડ રિઝર્વ: અમેરિકા અને ચીનના વેપાર યુદ્ધને કારણે ચીનના કોર્પોરેટ સેક્ટર પર પ્રતિકૂળ અસર

 વોશિંગ્ટન: ચીનમાં છવાયેલી મંદીની અસર અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળી શકે છે તેમ અમેરિકન ફેડરેલ રિઝર્વે એક નિવેદનમાં જણાવ્યું છે. અમેરિકા અને ચીનના વેપાર યુદ્ધને કારણે ચીનના કોર્પોરેટ સેક્ટર પર પ્રતિકૂળ અસર પડી છે. ફેડરલ રિઝર્વે શંકા વ્યક્ત કરી છે કે મંદીને કારણે કંપનીઓની ક્રેડિટ ક્ષમતા ઉપર પણ વિપરિત અસર પડશે.

ફેડરલ રિઝર્વે જણાવ્યું છે કે ચીનનું આૃર્થતંત્ર ખૂબ જ મોટું છે. ચીનની વસ્તુઓની અમેરિકા સહિત વિશ્વના દેશોમાં નિકાસ ાૃથાય છે. જો વેપાર યુદ્ધ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે કોઇ સંમતિ સાાૃધવામાં નહીં આવે તો તેની અસર ભવિષ્યમાં પણ જોવા મળશે.

ચીનની વસ્તુઓ પર વધુ ડયુટી નાખવાની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. ફ્ડરેલ રિઝર્વે પોતાના અહેવાલમાં હોંગકોંગ, તાઇવાન અને ઉત્તર કોરિયામાં પણ ચાલી રહેલા વિરોાૃધ પ્રદર્શન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ અહેવાલમાં ચીનના નાણાકીય સેક્ટર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબાૃધોની અસર ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ ઉપર પણ જોવા મળશે.

(11:30 am IST)