Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્યા ચુકાદા અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા મુસ્લિમ પક્ષકારોનો નિર્ણંય

ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવાયો નિર્ણંય

લખનઉ : મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણય લખનઉ ખાતે ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવામાં આવ્યો છે

  મળતી માહિતી મુજબ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષનાં અનેક મોટા ચહેરાઓ પણ હાજર રહ્યાહ તા. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. દરમિયાન પક્ષકારો પાસે વકીલાતનામા અંગે હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બેઠકમાં જફરયાબ જિલાની પણ હાજર રહ્યા હતા. અયોધ્યા મુદ્દે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ (AIMPLB) પણ રવિવારે બેઠક કરવા જઇ રહ્યા છે. બોર્ડની બેઠક પહેલા અનેક મુસ્લિમ પક્ષકાર અયોધ્યા અંગે પુનર્વિચાર અર્જી માટે તૈયાર થઇ ગયા. જો કે ઇકબાલ અંસારી અને સુન્ની વકફ બોર્ડે બેઠક સાથે છેડો ફાડ્યો હતો. બાબરી મસ્જિદ મુદ્દે 4 વાદી મુલાકાતમાં હાજર રહ્યા હતા. જો કે ફિરંગી મહલી, કલ્વે જવ્વાદ અને ઇકબાલ અંસારી જેવા નેતાઓ નથી ઇચ્છતા કે ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવે. અંતિમ ચુકાદો રવિવારે થનારી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.

(10:47 am IST)