Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાજ શરીફને ઈલાજ કરાવવા વિદેશ જવાની મંજુરી

હાઈ કોર્ટે નવાજ શરીફને ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની અનુમતિ આપી નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટથી હટાવવાશે

 

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફને ઈલાજ માટે વિદેશ જવાની મંજૂરી મળી છે  લાહોર હાઈ કોર્ટે નવાજ શરીફને ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની અનુમતિ આપી છે.

નવાજ શરીફ હવે વગર વળતર બોન્ડ પર હસ્તાક્ષર કરી વિદેશ જઈ સકશો. પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાજે લાહોર હાઈ કોર્ટમાં દાખલ અરજીમાં માગ કરી હતી કે તેમના નેતા નવાજ શરીફનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટથી હટાવવામાં આવશે.

અરજીમાં તેના માટે નવાજ શરીફની ખરાબ હેલ્થનો હવાલો આપવામાં આવ્યો હતો. લિસ્ટમાં જે લોકોનું નામ હોય છે તે પાકિસ્તાન છોડીને બહાર નથી જઈ શકતા. અરજીમાં પાકિસ્તાન સરકારની તે શરતને પડકાર આપવામાં આવ્યો હતો જેમાં નવાજ શરીફનું નામ ચાર અઠવાડીયા માટે ECLથી એકવાર હટાવવા માટે સાત અરબ પાકિસ્તાની રૂપિયાની જમાનત ભરવામાં આવે.

(10:58 pm IST)