Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

વિમાની યાત્રીઓની સંખ્યા ઓક્ટોબરમાં ૧.૦૪ કરોડ

રેકોર્ડ સંખ્યામાં યાત્રીઓ નોંધાતા મોટી રાહત : ઉડ્ડયન ઇતિહાસમાં બીજી વખત આંકડો એક કરોડથી ઉપર મહિનામાં પહોંચ્યો : જુદી જુદી ઓફરોથી ફાયદો

નવી દિલ્હી,તા. ૧૭ : ઓક્ટોબરમાં તહેવારના મહિનામાં સ્થાનિક વિમાની યાત્રીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધાર થયો છે. ઓક્ટોબર મહિનામાં સ્થાનિક યાત્રીઓની હજુ સુધી હાઈએસ્ટ સંખ્યા નોંધાઈ છે. ડીજીસીએના આંકડા દર્શાવે છે કે, છેલ્લા મહિનામાં દેશની અંદર ૧.૦૪ કરોડ લોકો વિમાની યાત્રા કરી ચુક્યા છે. એક મહિનાની અંદર એક કરોડથી વધુ સ્થાનિક વિમાની યાત્રીઓની સંખ્યા નોંધાવવાની બાબત ખુબ મોટી બાબત છે. ભારતમાં હજુ સુધી બીજી વખત આ પ્રકારનો દાખલો નોંધાયો છે. આ સિદ્ધિ અગાઉ મે મહિનામાં નોંધાઈ હતી. તે વખતે હોલીડેના મહિના દરમિયાન આંકડો એક કરોડ અને એક લાખ સુધી પહોંચી ગયો હતો. આ ઓક્ટોબર મહિનામાં ૨૦.૫ ટકા વધુ સ્થાનિક યાત્રીઓ નોંધાઈ ગયા છે. ગયા વર્ષે આ મહિનામાં ૮૬.૭ લાખ સ્થાનિક વિમાની યાત્રીઓ નોંધાયા હતા. જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૯.૫ કરોડ સ્થાનિક વિમાની યાત્રીઓ નોંધાયા છે તેમાં ૧૭.૩ ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે આજ ગાળામાં ૮.૧ કરોડ યાત્રીઓથી સંખ્યા વધી છે. એરલાઈન્સ દ્વારા વિમાની ભાડામાં અભૂતપૂર્વ રાહતો આપવામાં આવી રહી છે જેના પરિણામ સ્વરુપે વિમાની યાત્રીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. વિમાની ટ્રાફિકમાં વધારો થવાના અન્ય કારણો પણ છે. તહેવારની સિઝન રહી હતી. લોકપ્રિય રુટ ઉપર એરલાઈન્સો દ્વારા ક્ષમતામાં વધારો કરાયો હતો. નવા સેક્ટરો ઉમેરવામાં આવ્યા હતા. ભાડા પણ ઓછા રાખવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી થનાર છે ત્યારે આગામી મહિનામાં વિમાની યાત્રીઓની સંખ્યામાં વધુ વધારો થઇ શકે છે. દિલ્હી અને મુંબઈ દેશના સૌથી મોટા વિમાની મથકો પૈકી છે પરંતુ અહીં વધુ ફ્લાઇટોને આવરી શકાય તેવી સ્થિતિ નથી.

(7:57 pm IST)