Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

જેમની પડખે પાટીદાર તેમની પાસે સત્તા રાજ્યમાં ૧૬ ટકા વસ્તી પાટીદારોની છે

પાટીદારો કોને મત આપશે? જબરી ચર્ચા

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાતમાં પાટીદાર આરક્ષણ આંદોલન પછીથી ભાજપની કોર વોટબેંક કહેવાતા પાટીદારો પક્ષની નારાજ હોવાનું કહેવામાં આવે છે. પાટીદાર અનામતના આંદોલનનો યુવા નેતા હાર્દિક પટેલ જે રીતે કોંગ્રેસ તરફ ઢળી રહ્યો છે તે જોતા ભાજપ માટે આગામી ચૂંટણી એવરેસ્ટ ચઢાણ બની શકે છે. તો બીજી તરફ હાર્દિક પાટીદારો પર કેટલું પ્રભૂત્વ ધરાવે છે તે અંગે પણ એક લિટમસ ટેસ્ટ થઈ જશે.

જો વસ્તી અને મતદારો પ્રમાણે જોવામાં આવે તો ગુજરાતની કુલ વસ્તીના ૧૬્રુ પાટીદાર છે. પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી રાજયની ૪૦-૪૫ બેઠકો એવી છે જયાં તેમના સંગઠીત વોટની અસર કોઈપણ રાજકીય પાર્ટીનું ભવિષ્ય બગાડી શકે છે.

રાજયમાં પાટીદારોના બે ભાગ છે એક લેઉઆ અને બીજા કડવા પાટીદાર જે રાજયમાં ૬૦% લેઉઆ પાટીદાર છે. જયારે ૪૦% કડવા પાટીદાર છે. લેઉઆ પાટીદારો પૈકી ૬૩% પટેલો ભાજપના વફાદાર રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ માત્ર ૧૫્રુ જ લેઉઆ પટેલે કોંગ્રેસને વોટ આપ્યા હતા. જયારે બાકીના લેઉઆ પટેલે ભાજપને મત આપ્યો હતો. બીજીબાજુ કડવા પટેલો પૈકી ૮૨% મતદારોએ ભાજપને વોટ આપ્યા હતા અને ૭% કોંગ્રેસને. આ રીતે કુલ પાટીદારોની સંખ્યા મુજબ ૭૦% પાટીદારોએ ભાજપને પસંદ કર્યું હતું.પાછલા ૨૨ વર્ષોથી રાજયમાં સત્તાસ્થાને રહેલી ભાજપ સામે અનામત આંદોલનના કારણે આ એક જ વિકટ પ્રશ્ન છે કે તેઓ પાટીદારોને પોતાના પક્ષે કઈ રીતે રાખી શકશે. અલબત્ત્। હાર્દિક પટેલના અનેક સહયોગીઓ ભાજપમાં સામેલ થઈ ચૂકયા છે. જેની ચૂંટણીમાં કેટલી અસર પડશે તે તો પરીણામો બાદ જ ખબર પડશે. જયારે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી અંગે ભાજપે વધુ ચિંતા કરવાની જરુર નથી કેમ કે જે સમાજમાંથી આ બંને યુવા નેતાઓ આવે છે તે પહેલાથી જ કોંગ્રેસની વોટબેંક રહ્યો છે. હવે પાટીદારો જ છે જે રાજયની આગામી સરકાર કઈ બનશે તે નક્કી કરવાની શકિત ધરાવે છે.

(4:09 pm IST)