Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ફૂટબોલરમાંથી આતંકી બનેલા જમ્મુ - કાશ્મીરના માજીદે માતા આશિયાની અપિલથી કર્યુ સરન્ડર

૨૦ વર્ષનો માજીદ લશ્કરે તોઈબામાં જોડાઈ ગયો હતો : રાઈફલ સાથે તેની તસ્વીર વાઈરલ થઈ'તી : માતાએ ન્યુઝ ચેનલના માધ્યમથી પાછા આવી જવાનું કહ્યું હતું

શ્રીનગરઃઙ્ગજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક યુવાન ફૂટબોલર પ્લેયરે થોડા દિવસ પહેલાં જ આતંકવાદનો રસ્તો પસંદ કર્યો હતો. ૨૦ વર્ષનો માજિદ ઈરશાદ થોડા દિવસ પહેલાં જ લશકર-એ-તોઈબામાં જોડાઈ ગયો હતો. આ વાતની ખબર પડતા જ માતા આશિયાની રડી રડીને ખૂબ ખરાબ હાલત થઈ ગઈ હતી. માતાએ એક ન્યૂઝ ચેનલના માધ્યમથી દીકરાને પાછા આવી જવાની અપીલ કરી હતી. માતાની અપીલના કારણે માજિદે આજે સુરક્ષાબળ સામે સરન્ડર કરી દીધું છે. નોંધનીય છે કે માજિદ થોડા દિવસ પહેલા અચાનક ગાયબ થઈ ગયો હતો અને ત્યારપછી સોશિયલ મીડિયામાં તેની રાઈફલ સાથે તસવીર જોવા મળી હતી. માજિદ બી.કોમનો વિદ્યાર્થી છે.

છેલ્લા છ મહિનામાં બીજો સ્થાનિક યુવક બન્યો હતો. આતંકી છેલ્લા છ મહિનામાં અનંતનાગ જિલ્લામાંથી આતંકી બનનાર માજિદ બીજો યુવક હતો. આ પહેલાં જુલાઈમાં યાવર નિસાર નામનો યુવક આતંકી બન્યો હતો. જે ૧૦-૧૨ દિવસ પછી જ તેના અન્ય સાથી મિત્રો સાથે એક એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. યાવર નિસારે જુલાઈમાં આતંકી સંગઠન જોઈન કર્યું હતું અને ઓગસ્ટ ૨૦૧૭માં જ તેને ઠાર કરી દેવામાં આવ્યો હતો.- યાવર નિસાર માજિદનો ખૂબ કલોઝ ફ્રેન્ડ હતો. તેથી ઘણાં લોકોનું માનવું છે કે, યાવરના મૃત્યુ પછી માજિદે પણ આતંકવાદનો રસ્તો પસંદ કર્યો હતો.

પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસથી માજિદની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. પોલીસને શંકા છે કે, અનંતનાગમાં છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં થયેલા આતંકી હુમલામાં પણ માજિદ અને અન્ય જૂના આતંકીઓ સામેલ હોવાની શકયતા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માજિદ દ્યણી વાર પથ્થરમારાની દ્યટનામાં પણ સામેલ થતો હતો. મંગળવારે જ માજિદના પિતાને જયારે ખબર પડી કે તેમનો દીકરો કુલુગામના એન્કાઉન્ટરમાં ફસાઈ ગયો છે ત્યારે તેમને માઈનોર એટેક આવી ગયો હતો. જોકે માજિદ ત્યાંથી ભાગી ગયો હતો.. બીજી બાજુ જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેના તરફથી ચલાવવામાં આવતા અભિયાનમાં આતંકવાદનો સાથ છોડીને પુનર્વાસ અંતર્ગત અપીલ કરવામાં આવી હતી કે, માજિદ ઘરે પરત આવી જા, અને તેની બધી જ રીતે મદદ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માજિદને LeTમાં જોડાયા પછી કોડ નેમ અબુ ઈસ્માઈલ આપવામાં આવ્યું હતું. - સૈન્યએ તેને પકડવા માટે અનંતનાગના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

(3:42 pm IST)