Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


પતિએ મોબાઇલ ટાવર પર ચડી શોલે સ્ટાઇલમાં ડિવોર્સ માગ્યા

હૈદ્દાબાદ તા.૧૭: 'શોલે'માં બસંતીને પ્રપોઝ કરવા માટે જેમ વીરૂ પાણીની ટાંકી પર ચડી ગયેલો એવો જ સીન તેલંગણના જગતિયાલ ટાઉનમાં ભજવાયો હતો. જોકે આ ટાઉનમાં ડો.અજય કુમાર નામના પતિ મોબાઇલ ટાવર પર ચડી ગયેલા. અલબત્ત, મામલો પ્રેમના એકરારનો નહીં, પણ છૂટાછેડાનો હતો. ડોકટરને પોતાની પત્નીથી છૂટાછેડા જોઇતા હોવાથી આ પગલું ભરેલું. તેમનું કહેવું છે કે તેમની પત્ની દહેજને કારણે સતામણી થતી હોવાનો ખોટો કેસ કરીને પરેશાન કરી રહી છે એટલે તેમને છૂટાછેડા જોઇએ છે જો પત્ની છૂટાછેડા નહીં આપે તો મોબાઇલ ટાવર પરથી તેઓ ભૂસકો મારશે. આ તમાશો પૂરા ચાર કલાક ચાલ્યો. કોઇકે પોલીસને બોલાવી એટલે ડોકટરસાહેબે ટાવર પરથી કાગળ લખીને આખી વાત પોલીસને સમજાવી. માત્ર છૂટાછેડાની બાંહેધરીથી ડોકટરસાહેબ માન્યા નહીં. લાંબી ચર્ચાવિચારણા પછી ટાવરની નીચે પોલીસ અને અન્ય ઓથોરિટીની સામે વાઇફે છૂટાછેડાનાં કાગળિયાં પર સહી કરીએ પછી જ ડોકટસાહેબ નીચે આવવા તૈયાર થયા.

(4:05 pm IST)