Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

રાજકોટ પશ્ચિમથી રૂપાણીઃ મહેસાણાથી નીતિનભાઇ પટેલઃ ભાજપે ૭૦ ઉમેદવારો જાહેર કર્યાઃ ૪૯ ધારાસભ્યો રિપીટ

ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ૪પ અને બીજા તબક્કાની ચૂંટણી માટેના રપ ઉમેદવારો જાહેર કર્યાઃ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ ધારાસભ્યોને ટીકીટઃ મોટાભાગે જુના જોગીઓની પસંદગી : પ્રથમ યાદીમાં ભાજપમાં જોડાયેલા અપક્ષ અને કોંગ્રેસમાંથી આવેલા પાંચ સહિત ૫૫ ધારાસભ્યો રિપીટઃ મુળ ભાજપના ૪૯ ધારાસભ્યો રિપીટઃ પાટીદાર સમુદાયના ૧૬ ઉમેદવારોઃ ૭૦માંથી ૪ મહિલાઓઃ મંત્રીઓ-સીનીયર નેતાઓ રિપીટઃ મોદી-શાહનું ડિફેન્સીવ બેટીંગઃ જીતુભાઇ વાઘાણી ભાવનગર (પશ્ચિમ), જેતપુરથી જયેશભાઇ રાદડિયા, જસદણથી ભરતભાઇ બોઘરા, દ્વારકાથી પબુભા માણેક, જુનાગઢ મહેન્દ્ર મશરૂ, અમરેલી બાવકુ ઉંધાડ, લીંબડી કિરીટસિંહ રાણા, જામનગર ગ્રામીણ રાઘવજી પટેલ, જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ જશાભાઇ બારડ, ધારી દિલીપભાઇ સંઘાણી, ભાવનગર ગ્રામીણ પરસોતમભાઇ સોલંકી, ભાવનગર પુર્વ વિભાવરીબેન દવે

નવી દિલ્હી તા.૧૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ પણ વેગવંતી બની છે. આજે ભાજપે એક સાથે ૭૦ ઉમેદવારો જાહેર કરી ધડાકો કર્યો છે. પ્રથમ યાદી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી લડશે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે. જયારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડશે. ગુજરાતમાં ૧૮ર બેઠકો માટે ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ યાદી તપાસતા એવા નિર્દેશો મળે છે કે, પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શાહે ડિફેન્સીવ બેટીંગ કરવાનું નક્કી કર્યુ છે અને મોટાભાગે જુના જોગીઓની પસંદગી કરી છે. પ્રથમ યાદીમાં પટેલ સમુદાયના ૧૬ ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે આ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પાંચ ધારાસભ્યોને ટીકીટ આપવામાં આવી છે. ૪૯ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. ૭૦ ઉમેદવારોની યાદીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ૪પ ઉમેદવારો છે જયારે બીજા તબક્કાની ચૂંટણી માટેના રપ ઉમેદવારો છે. આ યાદીમાં કુલ ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અનેક દિવસો સુધીની કવાયત બાદ ભાજપે આજે બપોરે ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના પ્રધાનો અને સીનીયર ધારાસભ્યોને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી લડશે. જયારે મહેસાણાથી નીતિનભાઇ પટેલ, ભાવનગર પશ્ચિમથી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ચૂંટણી લડશે આ ઉપરાંત અંજારથી વાસણભાઇ આહીર, લીંબડીથી કિરીટસિંહ રાણા, વઢવાણથી ધનજીભાઇ પટેલ, જસદણથી ભરતભાઇ બોઘરા, જેતપુરથી જયેશભાઇ રાદડિયા, જામનગર ગ્રામીણ રાઘવજીભાઇ પટેલ, જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામજોધપુર ચીમનભાઇ શાપરીયા, ખંભાળીયા કાળુભાઇ ચાવડા, દ્વારકા પબુભા માણેક, માંગરોળ ભગવાનજીભાઇ કરગટીયા, જુનાગઢ મહેન્દ્રભાઇ મશરૂ, સોમનાથ જશાભાઇ બારડ, તાલાલા ગોવિંદભાઇ પરમાર, ધારી દિલીપભાઇ સંઘાણી, અમરેલી બાવકુભાઇ ઉંધાડ, રાજુલા હીરાભાઇ સોલંકી, મહુવા રાઘવજીભાઇ મકવાણા, ભાવનગર ગ્રામીણ પરસોતમભાઇ સોલંકી, ભાવનગર પુર્વ વિભાવરીબેન દવે, ગઢડા આત્મારામ પરમાર વગેરેનો સમાવેશ થાય છે.

ભાજપે જે ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં ચાર મહિલાઓને ટીકીટ આપવામાં આવી છે. ત્રણ વર્તમાન ધારાસભ્યો પૈકી ભાવનગર પુર્વમાંથી વિભાવરીબેન દવે, વડોદરા શહેરથી મનીષાબેન વકીલ, લીંબાયતથી સંગીતાબેન પાટીલ અને અગાઉ ખેડબ્રહ્માથી હારી ગયેલા રમીલાબેન બારાને ફરીથી ટીકીટ આપવામાં આવી છે. ભાજપ સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ધોળકા, શંકરસિંહ ચૌધરી વાવ, દિલીપ ઠાકોર ચાણસ્મા, ચીમન શાપરીયા જામજોધપુર, જશાભાઇ બારડ સોમનાથ, જયદ્રથસિંહ પરમાર હાલોલ, ગણપત વસાવા માંગરોળ, રાજેન્દ્ર ત્રિવેદીને રાવપુરા બરોડાથી ટીકીટ આપવામાં આવી છે. હવે ટુંક સમયમાં ભાજપ બીજી યાદી જાહેર કરશે.

રાજકોટ પશ્ચિમ  -       વિજયભાઈ રૂપાણી

મહેસાણા         -       નીતિનભાઈ પટેલ

ભાવનગર પશ્ચિમ        -        જીતુભાઈ વાઘાણી

અંજાર           -       વાસણભાઈ આહીર

વાવ             -       શંકરભાઈ ચૌધરી

થરાદ            -       પરબતભાઈ પટેલ

દિયોદર          -       કેશાજી ચૌહાણ

ચાણસ્મા         -       દિલીપજી વીરજી ઠાકોર

ખેરાલુ           -       ભરતસિંહ ડાભી

હિંમતનગર      -       રાજેન્દ્રકુમાર રણજીતસિંહ ચાવડા

ખેડબ્રહ્મા         -       રમીલાબેન બેચરભાઈ બારા

ભીલોડા          -       પી. સી. બરંડા

મોડાસા          -       ભીખુસિંહ ચતુરસિંહ પરમાર

દશક્રોઈ          -       બાબુભાઈ જે. પટેલ

ધોળકા           -       ભુપેન્દ્રસિંહ ચુડાસમા

લીંબડી           -       કીરીટસિંહ રાણા

વઢવાણ         -       ધનજીભાઈ પટેલ

જસદણ          -       ભરતભાઈ બોઘરા

જેતપુર          -       જયેશભાઈ રાદડીયા

જામનગર ગ્રામ્ય -       રાઘવજીભાઈ પટેલ

જામનગર ઉત્તર -       ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)

જામજોધપુર     -       ચિમનભાઈ સાપરીયા

ખંભાળીયા       -       કાલુભાઈ ચાવડા

દ્વારકા            -       પબુભા વીરમભા માણેક

માંગરોળ         -       ભગવાનજીભાઈ કરગટીયા

જૂનાગઢ         -       મહેન્દ્રભાઈ મશરૂ

સોમનાથ        -       જશાભાઈ માણાભાઈ બારડ

તાલાળા         -                ગોવિંદભાઈ પરમાર

ધારી             -       દિલીપભાઈ સંઘાણી

અમરેલી         -       બાવકુભાઈ ઉંધાડ

રાજુલા           -       હીરાભાઈ સોલંકી

મહુવા           -       રાઘવજીભાઈ મકવાણા (આર.સી.)

ભાવનગર ગ્રામ્ય -       પરસોતમભાઈ ઓધવજીભાઈ સોલંકી

ભાવનગર પૂર્વ  -       વિભાવરીબેન દવે

ગઢડા            -       આત્મારામભાઈ પરમાર

અમરેઠ          -       ગોવિંદભાઈ રાઈજીભાઈ પરમાર

સોજીત્રા          -       વિપુલભાઈ વિનુભાઈ પટેલ

મહેમદાબાદ      -       અર્જુનસિંહ ચૌહાણ

ઠાસરા           -       રામસિંહ પરમાર

બાલાસિનોર     -       માનસિંહ ચૌહાણ

ગોધરા           -       જેઠાભાઈ આહિર

હાલોલ           -       જયદ્રથસિંહ પરમાર

સાવલી          -       કેતનભાઈ ઈનામદાર

જેતપુર (પાવી)  -       જયંતિભાઈ રાઠવા

વડોદરા શહેર    -       મનીષાબેન વકીલ

રાવપુરા         -       રાજેન્દ્રભાઈ ત્રિવેદી

માંજલપુર        -       યોગેશભાઈ પટેલ

પાદરા           -       દિનેશભાઈ પટેલ

કરજણ           -       સતીશભાઈ બાલુભાઈ પટેલ

નાંદોડ           -       શબ્દશરણભાઈ તડવી

ડેડીયાપાડા      -       મોતીભાઈ પી. વસાવા

વાગરા           -       અરૂણસિંહ રાણા

જાઘડીયા        -       રવજીભાઈ વસાવા

અંકલેશ્વર        -       ઈશ્વરસિંહ પટેલ

ઓલપાડ        -       મુકેશભાઈ પટેલ

માંગરોળ         -       ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા

વરાછા રોડ      -       કુમારભાઈ શિવાભાઈ કાનાણી

લિંબાયત        -       સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલ

મજૂરા           -       હર્ષ રમેશભાઈ સંઘવી

સુરત પશ્ચિમ     -       પુર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદી

બારડોલી         -       ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર

નિઝર            -       કાંતિભાઈ રેશમાભાઈ ગામીત

ડાંગ             -       વિજયભાઈ પટેલ

જલાલપોર       -       રમેશભાઈ છોટુભાઈ પટેલ

વાંસદા           -       ગણપતભાઈ ઉલુકભાઈ મહાલા

વલસાડ         -       ભરતભાઈ પટેલ

પારડી           -       કનુભાઈ દેસાડ

ઉમરગામ        -       રમણભાઈ નાનુભાઈ પાટકર

 

(3:22 pm IST)