Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ભાજપના પૂર્વ સાંસદ વેદાંતીનો વિસ્ફોટ : શ્રી શ્રીએ અઢળક સંપતિ એકત્ર કરી છે : તેની તપાસથી બચવા રામમંદિર વિવાદમાં ભાગ લઈ રહ્યા છે

શ્રી શ્રી રવિશંકરે સમાધાનનું કોઈ મોડલ રજૂ કર્યુ નથી : પછી જ વાતચીત : મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાસમીની સાફ વાત

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ્ સાંસદઅને ધાર્મિક ગુરૂ રામવિલાસ વેદાંતીએબાબરી મસ્જિદ રામ જન્મભૂમિ વિવાદમાં મધ્યસ્થતા કરવાને લઈને શ્રી શ્રી રવિશંકર પર નિશાન તાક્યું છે. વેદાંતીએ કહ્યું છે કે શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થતા કરનારા કોણછે. તેમણે પોતાની એન.જી.ઓ. ચલાવતા રહેવું જોઈએ અને વિદેશી ભંડોળ જમા કરવું જોઈએ. મારૃં માનવું છે કે તેમણે ખૂબજ સંપત્તિ ભેગી કરી છે અને તેની તપાસથી બચવા માટે તેઓ રામ મંદિર વિવાદમાં કૂદી પડ્યા છે. શ્રીશ્રી રવિશંકર આ મુદ્દે દરેક પક્ષકારો સાથે મુલાકાત કરવા માટેગુરૂવારે અયોધ્યા ગયા હતા. બીજી તરફ નિર્મોહી અખાડાના પ્રમુખ અને આ વિવાદમાં એક પક્ષકાર મહંત દિનેન્દ્ર દાસે પણ શ્રીશ્રી પર આરોપ મૂક્યોછે. મહંતે કહ્યું છે કે વિવાદિત જમીનથી પોતાનો દાવો છોડવા માટે સુન્ની વકફબોર્ડથી ર૦ કરોડ રૂપિયાની ડીલ થઈ રહી છે. તેમણે કહ્યું કે તેના માટે સુન્ની વકફબોર્ડ દ્વારા શ્રી શ્રી ડીલ કરી રહ્યા છે.તેમની સાથે જ મુસ્લિમ પર્સનલ લોબોર્ડના સભ્ય એજાઝ અરશદ કાસમીએપણ કહ્યું કે શ્રી શ્રી ઈચ્છે છે કે મુસ્લિમ આવિવાદિત જમીન પર પોતાનો દાવો છોડીદેે. કાસમીએ ૬ ઓક્ટોબરે બેંગ્લોરમાંશ્રીશ્રી સાથે મુલાકાત કરી હતી. કાસમીજણાવે છે કે હજુ સુધી શ્રી શ્રીએ સમાધાનનુંકોઈ મોડલ રજૂ કર્યું નથી. મોડલ રજૂ થશેત્યારે જ વાતચીત થશે. તેમણે કહ્યું કે શ્રીશ્રી ઈચ્છે છે કે મુસ્લિમ વિવાદિત જમીનભેટમાં આપી દો અને બીજી જગ્યાએજમીન લઈને મસ્જિદ બનાવી દે.વિશ્વ હિન્દુ પરિષદ પણ શ્રી શ્રીનીમધ્યસ્થતા કરવાના નિર્ણયની વિરૂદ્ધ છે. વિહિપે બુધવારે જણાવ્યંુ કે પુરાતત્ત્વ પુરાવા મળ્યા બાદ રામ જન્મ ભૂમિને લઈને સમાધાનના રટણનો કોઈ તર્કાધાર નથી, ન્યાયાલય પુરાવો માંગે છે, જે હિન્દુઓના પક્ષમાં છે. (૩૭.૨)

 

(11:23 am IST)