Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


પૂર્વજોના પાપને ધોવા માટે ભારતના આ ગામમાં થાય છે છાણિયું યુદ્ધ

બેંગ્લોર તા.૧૭: તામિલનાડુ અને કર્ણાટકની બોર્ડર પાસે આવેલા ગોમાતાપુરા ગામમાં દર વર્ષે ચોક્કસ તિથિએ છાણિયું યુદ્ધ થાય છે. એવું કહેવાય છે કે આ પરંપરા ૨૫૦ વર્ષ જૂની છે. એ વખતે કોઇ ખેડૂત ગાડામાં છાણ ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતો હતો અને એ ગાડાની નીચે એક દેવીની મૂર્તિ આવી ગઇ. લોકવાયકા તો એવી છે કે પૈડાં નીચે કચડાવાથી એ મૂર્તિમાંથી લોહી નીકળવા લાગ્યું. દેવીને થયેલી ઇજા જોઇને લોકોને લાગ્યું કે એનાથી તમામ ગામલોકોને પાપ લાગશે. એ વખતના પૂજારીએ એકબીજાને છાણથી નવડાવીને પાપ ધોવાના રસ્તા તરીકે સૂચવ્યો. લોકોએ એ વધાવી લીધો. ત્યાર બાદ દર વર્ષે ચોક્કસ તિથિએ ગામલોકો સૂકા-લીલા છાણને એકઠું કરે છે અને લગભગ ત્રણથી ચાર ફુટ સુધી છાણ ભરીને એમાં નહાય છે અને એકબીજા પર ફેંકીને નવડાવે છે.

(11:28 am IST)