Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

શું તમે જાણો છો PMના સિકયોરિટી ગાર્ડના હાથમાં આ સૂટકેશ કેમ હોય છે?

કેટલી મહત્વની છે આ સૂટકેશ?

નવી દિલ્હી તા. ૧૭ : તમે બધાએ વડાપ્રધાનની આસપાસ સિકયોરિટી ગાર્ડ્સની ફોજ જોઈ જ હશે. વડાપ્રધાનની આસપાસ રહેતી આ સિકયોરિટીને SPG કહેવાય છે. આ SPG એટલે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપના નામે ઓળખાય છે.

દેશમાં એસપીજી સિકયોરિટી વડાપ્રધાનની સાથે સાથે તેમના પરિવારને પણ આપવામાં આવે છે. આ સિકયોરિટી ગ્રુપની સિકયોરિટી માત્ર વડાપ્રધાનને જ આપવામાં આવે છે.

જો કે ખાસ વાત તો એ છે કે આ સિકયોરિટી ગ્રુપના હાથમાં હંમેશા એક સૂટકેસ હોય છે, જે ખૂબ જ પાતળી હોય છે. તો, આવો આજે આપણે આ સૂટકેસની ખાસિયત જાણીએ. આ સૂટકેસ હકીકતમાં ન્યૂકિલયર બટન હોય છે અને તેને વડાપ્રધાનથી થોડા જ ફીટ દૂર રાખવામાં આવે છે.

આ એકદમ સ્લીમ સૂટકેસ હકીકતમાં પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડનું કામ કરે છે. આ સૂટકેસમાં એટલી તાકાત હોય છે કે, તે બેલાસ્ટિક મિસાઈલને પણ રોકી શકે છે. આ એસપીજી સિકયોરિટી ગ્રુપ કેબિનેટ સચિવાલય હેઠળ આવે છે. એસપીજી સિકયોરિટીના કમાન્ડોની પસંદગી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને રેલવે પ્રોટેકશન ફોર્સના જવાનોમાંથી કરવામાં આવે છે.

(12:07 pm IST)