Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

રાહુલની બદલાયેલી ઇમેજથી ગભરાઇ ગયા છે મોદીઃ શરદ પવાર

ભાજપ ગાંધી પરિવારને બદનામ કરવા માટે બોફોર્સ જેવા જુના મુદ્દા ઉછાળી રહી છે

નવી દિલ્હી તા. ૧૭ : NCPના ચીફ શરદ પવારે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની બદલાયેલી ઈમેજથી ડરી ગયા છે અને આ જ કારણે ભાજપ ગાંધી પરિવારને બદનામ કરવા માટે બોફોર્સ જેવા જૂના મુદ્દા ઊછાળી રહી છે. તેમનો દાવો છે કે ભાજપની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી ગભરાઈ ગઈ છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં પવારે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની બદલાયેલી ઈમેજથી ડરી ગયા છે અને આ જ કારણે ભાજપ બોફોર્સ જેવા જૂના મુદ્દા ઊખાડી રહી છે. પવારે જણાવ્યું કે વડાપ્રધાન રાજીવ ગાંધી ઘણા સમય પહેલા બોફોર્સ કાંડમાં નિર્દોષ સાબિત થયા હતા.

શરદ પવારે જણાવ્યું, 'હવે તે જીવિત નથી અને ન તો કથિત રીતે આ મામલામાં શામિલ ઈટાલિયન શખ્સ જીવિત છે. આમ છતાંયં કેન્દ્ર કોર્ટમાં ચાર્જશીટ કરીને આ કેસ ફરી ખોલાવા માંગે છે. આવુ એટલે જ થઈ રહ્યું છે કારણ કે સરકાર રાહુલ ગાંધીથી ડરી ગઈ છે અને તે સ્વર્ગીય રાજીવ ગાંધીને બદનામ કરવા માંગે છે.ઙ્ખ

ભૂતપૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા પવારે જણાવ્યું, ઙ્કરાજીવ ગાંધી એક સ્વપ્નદૃષ્ટા નેતા હતા. રાહલ ગાંધીના વિઝનને કારણે જ દેશનો વિકાસ થયો હતો. નહેરુ અને ઈન્દિરાએ પોતાની શકિતનો ઉપયોગ ગરીબી દૂર કરવામાં કર્યો.ઙ્ખ મોદી સરકાર પર નિશાન તાકતા ફઘ્ભ્ નેતાએ કહ્યું કે કેન્દ્રની ખોટી નીતિઓને કારણે ખેડૂતો અને ઉઘોગોને નુકસાન પહોંચી રહ્યું છે.

 

(9:43 am IST)