Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


મોદીની લોકપ્રિયતાનો સર્વે ભાજપને ફાયદો કરાવશે

લોકોનો વિશ્વાસ અકબંધ છે...

: અમેરિકાની સર્વેક્ષણ એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરના મોદી સરકાર પર આવેલા રિપોર્ટથી ખુશ બીજેપી હવે તેને મોટો મુદ્દો બનાવવાના પ્રયાસમાં છે. બીજેપીને લાગી રહ્યું છે કે આ સર્વે રિપોર્ટ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના માટે ફાયદાકારક સાબિત થશે. આ રિપોર્ટને બીજેપી કેટલું મહત્વ આપી રહી છે, તેનું અનુમાન આ વાતથી જ લગાવી શકાય છે કે જયાં કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટના મહત્વપૂર્ણ અંશ મંત્રીઓમાં વહેંચવામાં આવ્યા, તો ખુદ બીજેપી અઘ્યક્ષ અમિત શાહે પણ ટ્વીટક પર આ રિપોર્ટને શરે કરી.

બીજેપી સૂત્રોનું કહેવું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આવેલી આ રિપોર્ટથી જરૂર પાર્ટીને ફાયદો થશે. કારણ કે આ રિપોર્ટ બીજેપીની કોઈ સમર્થિત એજન્સી અથવા કોઈ ભારતીય સરકારની એજન્સીએ તૈયાર નથી કરી પરંતુ આ અમેરિકાની પ્રતિષ્ઠિત એજન્સીએ તૈયાર કરી છે. આ એજન્સી પર સવાલ ઉઠાવી શકાય તેમ નથી, કારણ કે આ પહેલા વિશ્વના ઘણા દેશોમાં તે રિસર્ચ કરીને રિપોર્ટ તૈયાર કરી ચુકી છે.

બીજેપી નેતા અને કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, કેબિનેટ બેઠકમાં આ રિપોર્ટના પ્રમુખ અંશોને વહેંચવામાં આવ્યા. ખુદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વીટ કરતા લખ્યું કે પ્રધાનમંત્રીની આટલી લોકપ્રિયતા સમગ્ર દેશમાં સતત વધી રહી છે અને અર્થવ્યવસ્થા પ્રત્યે સંતુષ્ટી સર્વોચ્ચ સ્તર પર છે. તેમણે કહ્યું, પ્યૂ રિસર્ચ સેન્ટરના પરિણામ મહત્વના છે. મોદીની સરકાર બનાવ્યા બાદ લોકોમાં સરકાર અને લોકતંત્રમાં વિશ્વાસ વધ્યો છે.

 

(9:42 am IST)