Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

યુ.એસ.માં બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સના ઉપક્રમે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ ૩ નવેં.ના રોજ કરાયેલી ઉજવણીમાં ૧૭ ભગિની સંસ્‍થાઓ જોડાઇઃ કોંગ્રેસવુમન, ગવર્નર, સેનેટર, એસેમ્‍બલીમેન, કાઉન્‍સીલ વુમન, સહિત રાજકિય આગેવાનો દ્વારા બૃહદ, શ્રી શશિકાંત પટેલ તથા સુશ્રી ગોપીબેન ઉદેશીને પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરાયાઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણીએ દિવાળીનો શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો

બૃહદ ન્‍યુયોર્ક સીનીયર્સના આગેવાનો શશીકાંત પટેલ અને ગોપી ઉદેશીએ શુક્રવાર નવેમ્‍બર ૩,૨૦૧૭ ના રોજ અત્રેના ફાઇવ સ્‍ટ્રાર બેન્‍કવેટ હોલમા પોતાની ૧૭ ભગિતિ સંસ્‍થાઓના સાથ, સહકાર અને સંપથી દિવાળી-નૂતન વર્ષની શાનદાર ઉજવણી કરી ‘હમ સબ સાથ હૈ'ની ભીતી કરાવી હતી. અને તેમાય ‘વોઇસે' તન-મન-ધનથી યોગદાન આપી બધી સંસ્‍થાઓમાં પ્રેરણારૂપી બની હતી. પણ બૃહદને આ મજલ કાંપતા કાંપતા ઘણી જ તકલીફોનો સામનો કરવો પડયો છે પણ તમારા સૌના આર્શીવાદ અને સહકારથી સફળતાને વરી છે.

ધીરજના ફળ મીઠા હોય છે તે કહેવત અનુસાર આપણને નોંધપાત્ર રાજકીય નેતાઓએ-યુએસ કોંગ્રેસ વુમન ગ્રેસ મેજીટનું દિવાળીનુ પ્રોકલોમેશન, શશીકાંત પટેલ અને ગોપી ઉદેશી બન્‍નેને કોંગ્રેસનલ રીકોત્રનાઇ જેશન, ન્‍યુયોર્ક ગર્વનર એન્‍ડ્રકોમોનું પ્રોકલોમેશન, બન્‍નેને સેનેટર લેરી કોમરી તરફથી સર્ટીફીકેટ ઓફ એપીએશન, ન્‍યુયોર્ક સ્‍ટેઇટ એસેમ્‍બી એન એનડ્ર (Andrew) ડી હવેશી અને ડેવીડ આઇ વેપરીન બન્‍ને તરફથી દિવાળી સાઇટેશન, ન્‍યુયોર્ક સ્‍ટ્રેઇટ એસેમ્‍બીમેન જેફરીઓન એલઉબ્રે અને એસેમ્‍લીમેન કેથરીન નોબાન બન્‍ને તરફથી બન્‍નેને સાઇટેશન, કાઉન્‍સીલમેન બેરી એસ ગ્રોડનચીક તરફથી બૃહદ ન્‍યુયોર્ક સીનીયર્સને સીટી કાઉન્‍સીલનુ સાઇટેશન અને કાઉન્‍સીલવુમન ઇલીઝાબેન એસ ક્રાઉલી તરફથી બન્‍નેને સીટી કાઉન્‍સીલ સાઇટેશન એનાયત કરીને બૃહદને, શશીકાંત પટેલને અને ગોપી ઉદ્દેશીને એનાયત કરીને તે ત્રણેયને સન્‍માનિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્‍ય પ્રધાન શ્રી વિજય રૂપાની, યુ.એસ. કોગ્રેંસમેન જોસેફ ક્રાઉલી અને ન્‍યુયોર્ક મેયર બીલ ડી બ્‍લાસીઓ તરફથી દિવાળીના શુભ-સંદેશ મળ્‍યાહતા. આ રીતે બૃહદે રાજકીય વાતાવરણમાં હિન્‍દુ સંસ્‍કૃતિની દિવાળી રૂપે લ્‍હાણી કરી દિવાળની સુગંધ મહેકાવવાનો નમ્ર પ્રયાસ કરી આત્‍મસંતોષ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ગોપી ઉદ્દેશીએ સ્‍ટેજ પર આવી સૌને નમસ્‍તે કરી આજના મંગળમય દિવસે બૃહદ્‌ ન્‍યુયોર્ક સીનીયર તરફથી સૌને દિવાળની શુભેચ્‍છા અને નવા વર્ષના સાલ મુબારક પાઠવ્‍યા હતા. અને પ્રભુ પ્રત્‍યે પાર્થના કરી હતી કે આપ સૌનુ નવુ વર્ષ પરિવારને સુખ, શાંતિ,સમુધ્‍ધિ અને અશ્વર્ય અર્પે. તરત જ તેમણે મીસ મંજરી (Manari) પરીખને અમેરીકા અને ભારતના રાષ્‍ટ્રગીતો ગાવાનુ આહવાન આપ્‍યુ હતુ. અને સૌએ પુરી અદાથી દેશાભિમાન બતાવીને તેનુ સન્‍માન કર્યુ હતું. દીવાળી એટલે અંધારામાંથી અજવાળા તરફ ગમન એ સિધ્‍ધી કરવા માટે દિપ પ્રાગટય માટે-દક્ષાબેન પટેલ, ગોપીબેન ઉદ્દેશી, મીનાક્ષીબેન શાહ, બીનલ પટેલ, મંજરીબેન ભટ્ટ, સોનલ શાહ અને ગીતાબેન રાયને મંચ પર બોલાવી તેમની પાસે દિપ પ્રાગટય કરાવી અંધારાને નીકારો આપી અજવાળાને આવકાર આપ્‍યો હતો. આ સમયે પ્રશાંત શાહે મંચ પર આવી પોતાની કથક પ્રત્‍યેની ભુખ અને વોઇસની પ્રશંસા કરી હતી અને પોતાની ખૂબ જ શૈલી ભાષામાં કલ્‍ચર અને આત્‍મીયતાના વિચારો રજુ કર્યા હતા. ત્‍યારબાદ ગોપી ઉદ્દેશીએ આજના મુખ્‍ય મહેમાન હર્ષદભાઇ (મકાજી) પટેલ, રજનીકાંત રાય, કાઉન્‍સીલએન બેરી એસ ગ્રોડનચીક, ગવર્નરના દૂત હર્ષ પારેખ, ડેવીડ આઇ વેપરીના દૂત, ભારત દુનાવાસના દૂત, શ્રી કૃષ્‍ણમૂર્તિ, ડોકટર અરવિંદ શાહ, ડોકટર વસુંધરા કલસપૂડીને મંચ પર બોલાવી પૂષ્‍પ ગુચ્‍છથી સન્‍માનિત કર્યા હતા કાઉન્‍સીલમેન ગ્રોડનમીકે જણાવ્‍યુ હતુ કે તમો દિવાળીની રજા માટે હકદાર છો અને તે માટે તેઓ પ્રયત્‍ન શીલ છે ન્‍યુયોર્ક મ્‍યુઝીકલ ગ્રુપના લીયાકન મીયાન, મધુ વીજયે, સલીમખાન અને મીહીરે ‘મદહોશ' સંગીત આપીને સૌને મસ્‍તીમા ઝુમતા કરી દીધા હતા.

ગોપીબેન ફોટોગ્રાફર ક્ષીતીજ જોષી, ડેકોરેશન માટે શ્રી લક્ષ્મણભાઇ, ફાઇવ સ્‍ટ્રારનો અને સૌનો આભાર માન્‍યો હતો. સૌએ ફાઇવ સ્‍ટ્રારના ભોજનનો સ્‍વાદ માણી વિખરાયા હતા. તેવું શ્રી ક્ષિતિજ જોષીના ફોટો સૌજન્‍ય સાથે શ્રી શશિકાંત પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(9:41 pm IST)