Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

‘‘સત્‍સંગ સંવર્ધન શિબિર'': શ્રી મુકતજીવન સ્‍વામીબાપા પાઇપ બેન્‍ડ મણિનગરના ઉપક્રમે માઉન્‍ટ આબુમાં યોજાઇ ગયેલી ત્રિદિવસિય શિબિરઃ સામુહિક પૂજા, ધ્‍યાન યોગ, ભજન સંધ્‍યા, રમત-ગમત,ગોષ્‍ઠી, કથાવાર્તા સહિત સત્‍સંગ પોષક આયોજનો કરાયા

મણિનગરઃ સર્વાવતારી શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના તૃતીય સાર્વભૌમવારસદાર નીડરસિદ્ધાન્‍વાદી સદ્રુરૂ શ્રી ઇશ્વરચરણદાસજી સ્‍વામી, શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્‍તજીવન સ્‍વામીબાપા અને શ્રી સ્‍વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજના પુનિત વિચરણથી અનેકવાર માઉન્‍ટ આબુ તીર્થત્‍વ પામ્‍યો છે.

મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન સંચાલિત રંગીલા રાજસ્‍થાનના માઉન્‍ટ આબુ પર્વતના સૌથી ઊંચે બિરાજમાન શ્રી સ્‍વામિનારાયણબાપા સ્‍વામીબાપાના અને વિશ્વવાત્‍સલ્‍ય મહોદધિ આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્‍વામીજી મહારાજની દિવ્‍ય સંનિધિમાં સંતો-ભક્‍તોની સંનિધિમાં ‘‘સત્‍સંગ સંવર્ધન શિબિર'' પરમોલ્લાસભેર ઉજવાઇ હતી. વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્‍તજીવન સ્‍વામીબાપા પાઇપ બેન્‍ડ, મણિનગર-ઇન્‍ડિયાના સદસ્‍યોએ સાથે મળી આ શિબિરનું ત્રદિનાત્‍મક આયોદન કર્યુ હતું. તેમાં સામુહિક પૂજા, ધ્‍યાન-યોગ શિબિર, ભજન સંધ્‍યા, વિધ વિધ રમતો, સત્‍સંગ ગોષ્‍ઠી, કથાવાર્તા વગેરે વિવિધ સત્‍સંગ પોષક આયોજનો કરી એકતા, સંપ. ભાતૃભાવને દ્દઢ કર્યો હતો.

તેવું પૂજયશ્રી ગુરૂપ્રિય સ્‍વામીના અહેવાલ સાથે પૂજય શ્રી ઘનશ્‍યામ વિજયજીની યાદીમાં જણાવાયું છે.

 

(9:40 pm IST)