Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

‘‘થેંક્‍યુ બેંકવેટ ગાલા'' : યુ.એસ.માં ઈન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર'' (ICC)ના ઉપક્રમે યોજાઈ ગયેલો પ્રોગ્રામ : સમાજ માટે મહત્‍વનું યોગદાન આપનાર ૪ ઈન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન તથા ડોનર્સને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા

કેલિફોર્નિયા : યુ.એસ.માં ‘‘ઈન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર'' (ICC)ના ઉપક્રમે કેલિફોર્નિયા માં ‘‘થેંક્‍યુ બેંકવેટ ગાલા'' પ્રોગ્રામ યોજાઈ ગયો. જેમાં સમાજા માટે મહત્‍વનું યોગદાન આપનાર ચૂંટાઈ આવેલા ઈન્‍ડિયન અમેરિકન પ્રતિનિધિઓ તેમજ ડોનર્સનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

આ પ્રસંગે એવોર્ડથી સન્‍માનિત કરાયેલા મહાનુભાવોમાં કોંગ્રેસમેન શ્રી રો ખન્ના, શ્રી રાજા ક્રિશ્નામુર્થી ડો. એમી. બેરા તથા સુશ્રી પ્રમિલા જયપાલનો સમાવેશ થતો હતો. જેઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં. ICC ચિફ એક્‍ઝીક્‍યુટીવ શ્રી રાજ દેસાઈએ ૨૦૦૩ ની સાલથી શરૂ કરાયેલી ઓર્ગેનાઈઝેશનની યાત્રા વિષે માહિતિ આપી હતી. તથા ICC કો-ફાઉન્‍ડર્સ શ્રી અનિલ તથા શ્રી ગૌતમ ગઢવાનીએ પણ માહિતિ આપી હતી. કોમેડીયન સામ કોલેત્‍કર તથા બોલીવુડ સિંગર કોમલ રિઝવીએ મનોરંજન રજુ કર્યુ હતું. ૨૦૦ ઉપરાંત આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(9:38 pm IST)