Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

શિકાગોની મહિલા મંડળની બહેનો કટકી રાજયના લુઇવીલ ટાઉનમાં આવેલ હિંદુ મંદિર ઓફ કંટકીની મુલાકાતે જશે અને ત્‍યાં આગળ બિરાજમાન ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીર સ્‍વામીની ભક્‍તિ પૂર્વક આરાધના કરશેઃ આ વેળા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવશે અને સામુહિક રીતે પંચકલ્‍યાણક પૂજા સંગીતના તાલે ભણાવવામાં આવશેઃ મહિલા મંડળની બહેનો લકઝરી બસ દ્વારા લુઇવીસ જનાર હોવાથી ત્‍યાંના સંઘમાં અનેરા ઉત્‍સાહની લાગણી પ્રસરી રહેલ છેઃ હિંદુ મિલન મંદિર ઓફ કંટકીના મકાનનનું વિસ્‍તૃતિકરણનું હાથ ધરાનારૂ કાર્ય

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકોગા નજીક બાર્ટલેટ ટાઉનમાં જૈન સંઘના ભાઇ બહેનોનું એક ભવ્‍ય જૈન જિનાલય આવેલ છે અને તે સંસ્‍થામાં છેલ્લા ૨૫ વર્ષથી મહાવીર મહિલા મંડળનું એક મહિલાનું સંગઠન કાર્યવત છે અને તેની બહેનો નવેમ્‍બર માસની ૧૭મી તારીખને શુક્રવારે રાત્રે કંટકી રાજયના લુઇવીલ ટાઉનમાં આવેલ હિંદુ ટેમ્‍પલ ઓફ કંટકીની મુલાકાતે જવા રવાના થશે અને ત્‍યાં આગળ બીરાજમાન ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્‍વામી તથા અન્‍ય ભગવાનોની ભક્‍તિ પૂર્વક આરાધના કરશે અને તે પ્રસંગે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે એવું મહિલા મંડળના પ્રમુખ રશ્‍મીબેન શાહે જણાવ્‍યું છે.

આ સમગ્ર ધાર્મિક પ્રવાસની માહિતી આપતા આ મહિલા મંડળના પ્રમુખ રશ્‍મિબેન શાહ તથા ઉપપ્રમુખ વિશ્વા વાસણવાલા તેમજ સેક્રેટરી દર્શનાબેન પટેલે અમોને જણાવ્‍યું છે કે મહિલા મંડળની બહેનો માટે અમારી સંસ્‍થા અવરનવર અનેક પ્રવાસોનું આયોજન કરે છે અને સારી એવી સંખ્‍યામાં તે પ્રવાસનો લાભ લે છે આજથી બે મહિના અગાઉ અમોએ પાંચ દિવસ માટે અધતન લકઝરી બસ દ્વારા ફલોરીડાનો પ્રવાસ યોજયો હતો અને તે રાજયમાં આવેલ જુદા જુદા જૈન જિનાલયની મુલાકાત લઇ પ્રભુજીના દર્શન કરી ભીન્‍ન ભીન્‍ન પ્રકારની ધાર્મિક પૂંજાઓનું પણ આયોજન કરેલ અને ત્‍યાં આગળ સ્‍થાનિક સંઘના સભ્‍યોએ તેમાં જોડાઇને સારો એવો સહયોગ આપ્‍યો હતો આ પ્રવાસમાં શિકાગોમાં વસવાટ કરતા અનેક દાતાઓએ દાનનો ધોધ વહાવીને સારોએવો સહકાર આપ્‍યો હતો.

અમારી સંસ્‍થા દ્વારા કંટકી રાજયના લુઇવીલ ટાઉનમાં વસવાટ કરતા જૈન સમાજના ભાઇ બહેનોના આમંત્રણને માન આપીને એક અધતન તમામ પ્રકારની સગવડતાવાળી લકઝરી બસ દ્વારા ૧૭મી નવેમ્‍બરને શુક્રવારે સાંજના છ વાગે શિકાગોના જૈન સેન્‍ટરમાંથી રવાના થઇશું અને આશરે છ કલાકની સફર બાદ ઇન્‍ડીયાના રાજયના હન્‍ટીગબર્ગ ટાઉનમાં આવેલ કવોલીટી ઇન મોટલમાં રાત્રી રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે નવ વાગે લુઇવીલ જવા રવાના થઇશું અને ત્‍યાં હિંદુ ટેમ્‍પલ ઓફ કંટકીના મંદિરમાં બીરાજમાન ભગવાન મહાવીર સ્‍વીમીની ભાવ પૂર્વક સૌ બહેનો પૂંજા કરશે અને ત્‍યાર બાદ ત્‍યાંના સંઘના ભાઇ બહેનોના સહયોગથી પંચ કલ્‍યાણક પૂંજા જૈન સ્‍તવનો અહિત સંગીતના ભાલે અને સુર ભણવવામાં આવશે અને અંતમાં આરતી, મંગળદિવો તથા શાંતિકળશની વિધિઓ કરવામાં આવશે. જેમાં સર્વે ભાઇ બહેનો જોડાશે એવું રશ્‍મીબેન શાહે અંતમાં જણાવ્‍યું હતું. તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ સ્‍વામીવાત્‍સલ્‍યને ન્‍યાય આપી તમામ બહેનો શિકાગો પરત આવવા રવાના થશે.

લુઇવીલના જૈન સંઘના અગ્રણી ભરતભાઇ અને ધીરાબેન શાહ તેમજ જયોત્‍સનાબેન અને અરૂણભાઇ શાહ આ તમામ કાર્યક્રમો સરળતાથી પૂર્ણ થાય તે માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

હિંદુ ટેમ્‍પલ ઓફ કંટકીની સ્‍થાપના ૧૯૮૫ના વર્ષમાં કરવામાં આવી હતી સને ૧૯૯૯ની સાલમાં મંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ થયુ હતું પરંતુ દિન પ્રતિદિન મોટી સંખ્‍યામાં હરિભક્‍તો આ મંદિરનો લાભ લેતા હોવાથી મોટા ધાર્મિક પ્રસંગોએ જગ્‍યા નાની પડતી હોવાથી આ મંદિરના હોલનું વિસ્‍તૃતિ કરણ કરવાનો નિર્ણય કરેલ છે અને હરિભક્‍તોનો તેમાં જરૂરી સાથ મળી રહેલ છે અને તે અંગેના સઘન પ્રયાસો આ મંદિરના સંચાલકો કરી રહ્યા છે.

 

(9:36 pm IST)