Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી : પીએમ મોદીએ કર્યો સીએમ વિજયનને ફોન :તમામ પ્રકારની મદદની આપી ખાતરી

પીએમએ ટ્વીટ કરીને કહ્યું - રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરુ છું.

કેરળમાં કુદરતી હોનારતની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી પિનારઈ વિજયનને ફોન કરીને રાજ્યના હાલચાલ જાણ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કેરળના સીએમ વિજયન સાથે ફોન પર વાત કરીને રાજ્યમાં આવેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાની ચર્ચા કરી. પીડિતો અને ઘાયલ થયેલાને મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ કરાઈ રહ્યું છે. હું તમામ લોકોની સલામતી અને કલ્યાણની કામના કરું છું. ખેદજનક છે કે રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરુ છું. 

કેરળના દક્ષિણ અને મધ્ય ભાગમાં ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાઓ પર પૂર આવ્યું છે જેના કારણે ત્યા પુરને કારણે સૌથી ખરાબ હાલત તઈ ગઈ છે. ઘણી બધી જગ્યાઓ પર ભૂસ્ખલનને થયું છે જેના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત  થયા છે. સાથેજ 12 જેટલા લોકો અહીયા લાપતા હતા તેમના પણ મોત નિપજ્યા છે

પરિસ્થિતીને જોતા ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યુ કે સૌ કોઈ સુરક્ષીત રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છે.

(7:13 pm IST)