Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

' હરે રામા હરે ક્રિષ્ના ' : બાંગલાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના પડઘા કલકત્તામાં : ઇસ્કોન મંદિરના અનુયાયીઓએ કલકત્તામાં આવેલી બાંગલાદેશના ડેપ્યુટી હાઇ કમિશનરની ઓફિસ સામે ભજન કીર્તન કર્યા

કોલકત્તા : બાંગલાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલને 6 હિન્દુઓનો ભોગ લીધો છે. તથા મંદિરોમાં તોડફોડ કરી છે.જે સિલસિલો હજુ પણ ચાલુ છે.

હિંદુઓ વિરુદ્ધની આ હિંસાના પડઘા કલકત્તામાં પડ્યા છે. તાજેતરમાં ઇસ્કોન મંદિરના અનુયાયીઓએ કલકત્તામાં આવેલી બાંગલાદેશના ડેપ્યુટી હાઇ કમિશનરની ઓફિસ સામે ' હરે રામા હરે ક્રિષ્ના ' ભજન કીર્તન કરી વિરોધ નોંધાવ્યો હતો.

થોડા દિવસો પહેલા બાંગ્લાદેશના આસ્કન મંદિરમાં કટ્ટરવાદીઓએ તોડફોડ કરી હતી. એટલું જ નહીં, દેશભરના ઘણા હિન્દુ મંદિરોમાં, અરાજકતાવાદીઓએ હિંસાનો આશરો લીધો અને મંદિરોમાં દેવી -દેવતાઓની મૂર્તિઓ સાથે છેડછાડ અને તોડફોડ કરી. આ હિંસામાં અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ લોકોના મોત થયા છે. આ હિંસાની આગ હવે ભારત સુધી પહોંચી રહી છે.

બાંગ્લાદેશના નોઆખલીમાં એક ઇસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને એક હિન્દુ ભક્તની ટોળાએ હત્યા કરી હતી. ગઈકાલે, પશ્ચિમ બંગાળમાં કોલકાતા ઈસ્કોન મંદિર સમિતિ સાથે સંકળાયેલા લોકોએ કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનની બહાર 'ભજન' ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)