Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભારતમાં રસીકરણની ઝુંબેશ ભારે પ્રસંશા કરી વર્લ્ડ બેંક

અગાઉ IMF એ પણ ભારતની રસીકરણની ઝડપના વખાણ કર્યા હતા.

ભારતમા હાલ કોરોના રસીકરણના અભિયાને તેજી પકડી છે. ધીમી ગતિએ શરુ કરેલો આ અભિયાન આજે એટલી સુપર સ્પીડે ચાલી રહ્યો છે કે, ટૂંક સમયમા જ આપણે એક વૈશ્વિક રેકોર્ડ નોંધી લેશુ. હાલ આ રસીકરણનો અભિયાન 100 કરોડનો આંક પાર કરવાને ખુબ જ નજીક પહોંચી ગયો છે. ભારતના આ સફળ અભિયાનથી વર્લ્ડ બેન્ક પણ ખુશ હોય તેવુ લાગી રહ્યું છે. પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસે ભારત ના આ રસીકરણ અભિયાનની ખુબ જ પ્રસંશા કરી છે અને તેને સફળ પણ બતાવ્યો છે.

 

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમન સાથે મુલાકાત દરમિયાન ડેવિડ માલપાસે જણાવ્યું કે, કોરોનની સામે શરુ કરેલ રસીકરણ અભિયાનમા ભારતે ખુબ જ સારું કામ કર્યુ છે. આ ઉપરાંત વેક્સીન પ્રોડક્શનમાં પણ ભારતનુ યોગદાન ખુબ જ સારુ રહ્યું છે. આ સિવાય મુલાકાત દરમિયાન હવામાન માં આવેલા બદલાવ વિશે પણ ચર્ચા કરવામા આવી. તેમણે જણાવ્યું કે, ભારતે પ્રભાવશાળી યોજનાઓ બનાવીને સમય રહેતા જ નિર્ધારિત લક્ષ્‍યોને હાંસિલ કરવા પડશે.

જો ભારતના રસીકરણ અભિયાન વિશે વાત કરીએ તો અત્યાર સુધીમા 97.23 કરોડ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ મળી ચુક્યો છે. મળતી માહિતી મુજબ આપણા દેશના 70 ટકા લોકો વેક્સિનનો પહેલો ડોઝ લઇ ચુક્યા છે. હાલ એક તરફ વેક્સિનેશન અભિયાન તેજીથી આગળ વધી રહ્યો છે તો બીજી તરફ કોરોના મીટર એકદમ સુસ્ત બની ગયુ છે. છેલ્લા 24 કલાકમા ફક્ત 15981 કેસ સામે આવ્યા હતા, જેમા 200 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.

(4:16 pm IST)