Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

બિહારની સુવિખ્યાત મોડેલ મોના રાયની ક્રૂર હત્યા: પુત્રીની નજર સામે ગોળી મારી'તી: લિવર ડૅમેજ થઈ જતા છેલ્લા શ્વાસ લીધા

પટણા: થોડા દિવસો પહેલા બિહારની રાજધાનીમાં, સુવિખ્યાત મોડેલ મોના રાય પર તેમના ઘરમાં અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો.  અને ગોળી મારી હતી.  ગંભીર રીતે ઘવાયેલી મોનાનું આજે રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું.  મોનાના મૃત્યુ બાદ હજુ પણ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.  આ કેસમાં હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી. પોલીસને મોના પાસેથી હુમલાની વિગતો મળે એ માટે રાહ જોવાઇ રહી હતી ત્યાં જ મોનાનો મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં ફેરવાઇ ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  આ હુમલામાં પોલીસ અનેક પાસાઓ અંગે તપાસ કરી રહી છે.  સાથે જ પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં પ્રેમ સંબંધ પણ કારણ બની શકે છે.  તે જ સમયે, મૃતકના પતિએ પોલીસને આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે બદમાશોની ઓળખ કરવા કહ્યું છે.

મોના રાયને બદમાશોએ ગોળી મારી તે દરમિયાન મોનાની પુત્રી ત્યાં હાજર હતી.  ગોળીઓનો અવાજ સાંભળીને સ્વજનો બહાર આવ્યા અને ઇજાગ્રસ્ત મોનાને હોસ્પિટલમાં દાખલ કરી.  જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે કમર નીચે ગોળી અટકી જવાને કારણે તેનું લીવર ડેમેજ થયું છે અને આજે તેનું મોત થતા આ બનાવ વધુ ગૂંચવાઈ ગયો છે.

(3:14 pm IST)