Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં દુર્ગા વિસર્જન કરી પરત ફરતા ભકતો પર બોંબ જીકાયો : વાહનોમાં પણ તોડફોડની ઘટના સામે આવી

પોલીસે ઘટના સ્થળે જઇ મામલો સંભાળ્યો : ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

વી દિલ્હી : પશ્ચિમ બંગાળના એક શહેરમાં દુર્ગાપૂજાના ભકતો પર બોંબથી હુમલો થયાની ઘટનાથી ભારે અથડાતફડી મચી છે.

 

મળતી માહિતી મુજબ  શનિવારે રાત્રે દુર્ગા વિસર્જન બાદ ઘરે પરત ફરી રહેલા ટોળા પર અજાણ્યા જૂથે દેશી-બોમ્બ વડે હુમલો કર્યો હતો. બોમ્બનો અવાજ સાંભળીને ગભરાટ ફેલાયો હતો. આ પછી લોકોના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. દુર્ગાપુરના અન્નપૂર્ણા વિસ્તારમાં લોકો દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર હુમલાખોરો હુમલા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા.

ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, લોકોને શાંત કર્યા અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. એસીપી ધ્રુબજ્યોતિ મુખર્જીનું કહેવું છે કે આ હુમલામાં કેટલાક લોકોને ઈજા થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે હુમલાખોરોની ઓળખ હજુ બાકી છે. તમામ ફરાર છે. તેમને શોધવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. જલ્દીથી ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે

દારૂના પૈસા મામલે બે જૂથો વચ્ચે લડાઈ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જૂથ દુર્ગા વિસર્જન બાદ પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન અન્ય જૂથ આવ્યું અને દારૂ ખરીદવા માટે પૈસા માંગવાનું શરૂ કર્યું. આ બાબતે બે જૂથો વચ્ચે ઝઘડો થયો અને લડાઈ શરૂ થઈ. મામલો એટલો વધી ગયો કે બીજા જૂથે બોમ્બથી હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ શરૂ કરી. જો કે, પોલીસ કોઈપણ પ્રકારના બોમ્બ ધડાકાને નકારી રહી છે

 

(12:27 pm IST)