Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

શું જિનપિંગને થયો છે કોરોના? ભાષણ દરમિયાન તેમને વારંવાર ઉધરસ આવતી હતી

શી જિનપિંગને એટલી બધી ઉધરસ આવતી હતી કે મીડિયાના તમામ કેમેરા રાષ્ટ્રપતિથી દૂર થઈ ગયા, જો કે કેમેરા પર શી જિનપિંગના ઉધરસ ખાવાનો ઓડિયો સતત રેકોર્ડ થતો રહ્યો

નવી દિલ્હી,તા.૧૭: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં આરોગ્યને અંગે અટકળો તેજ થઈ ગઇ છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ શી જિનપિંગ બીમાર પડ્યા છે. આ જ કારણ છે કે શેન્જેનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીનાં ભાષણ દરમિયાન તેમને વારંવાર ઉધરસ આવતી હતી. તેઓ વારંવાર બોલતા બોલતા અટકવું પડતું હતું.

શી જિનપિંગને એટલી બધી ઉધરસ આવતી હતી કે મીડિયાના તમામ કેમેરા રાષ્ટ્રપતિથી દૂર થઈ ગયા, જો કે કેમેરા પર શી જિનપિંગના ઉધરસ ખાવાનો ઓડિયો સતત રેકોર્ડ થતો રહ્યો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ઝડપથી એવા અહેવાલ ફેલાઈ રહ્યા છે કે શી જિનપિંગ કયાંક કોરોનાની ઝપેટમાં તો નથી આવ્યા ને?

હોંગકોંગના એક અખબારે લખ્યું કે શેન્જેનમાં ઘટેલી ઘટના (શી જિનપિંગને ઉધરસ)થી ચીફ એકિઝકયુટિવ કેરી લામ એટલા ગભરાઇ ગયા કે તેમણે શી જિનપિંગથી અંતર જાળવી લીધુ. જિનપિંગ વારંવાર ઉધરસ ખાતા હતા અને પાણી પીતા હતા.

વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે દુનિયાભરના અનેક નેતાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બોરિસ જહોનસન, ઝેર બોલસોનારો, બોલીવિયા, ગ્વાટેમાલા, હોન્ડુરાસના રાષ્ટ્રપતિ, અને આર્મેનિયાના પ્રધાનમંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે. હવે એવી અટકળો છે કે આ સૂચિમાં શી જિનપિંગનું નામ પણ સામેલ થઈ શકે છે.

જો કે તેની શકયતા ઓછી છે કારણ કે ચીન પારદર્શકતા માટે જાણીતું નથી. જયારે વાયરસ પહેલીવાર ફેલાયો ત્યારે પણ શી જિનપિંગ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતાં. તેઓ એકવાર નહીં પરંતુ બે વાર જાહેર જીવનથી ગાયબ થઈ ચૂકયા છે.

ત્યારબાદ એ સાબિત કરવા કે ચીને કોરોનાને હરાવી દીધો છે, તેઓ માસ્ક વગર જોવા મળ્યા. તેમણે લોકડાઉનનો અંત લાવી દીધો અને પૂલપાર્ટીઓને મંજૂરી આપી દીધી. પરંતુ હવે તેમનો આ 'સ્ટંટ' બેકફાયર કરી શકે છે.

જિનપિંગ જયારે ઉધરસ ખાતા હતા ત્યારે તેમામ નેતાઓ ઉપસ્થિત હતા, જો તેઓ સંક્રમિત થયા હશે તો બની શકે કે ત્યાં હાજર તમામ નેતાઓને પણ સંક્રમણ તેની ઝપેટમાં લઈ ચુકયો હોય.

(11:32 am IST)