Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કાલથી મધ્યપ્રદેશમાં મૈગ્નીફિસેન્ટ સમિટઃ ૧ લાખ કરોડનું રોકાણ આવશેઃ સરકારે ૯ નિતીઓમાં ફેરફાર કર્યા

ભોપાલઃ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કાલથી યોજાનાર મૈગ્નીફિસેન્ટ એમપીમાં એક લાખ કરોડનું રોકાણની સંભાવના છે. આ રોકાણથી પાંચ વર્ષમાં બે લાખ રોજગારી પણ ઉભી થાય તેવુ અનુમાન છે. સમિટ પહેલા જ મધ્યપ્રદેશ સરકાર પાસે ૮૮ હજાર કરોડના રોકાણ પ્રસ્તાવો આવી ચુકયા છે. મુખ્ય સચિવ મોહંતીએ જણાવેલ કે પ્રદેશમાં ઔધોગીક રોકાણોની અપાર સંભાવનાઓ છે. જેને ધ્યાનમાં રાખીને સમિટનું આયોજન કર્યું છે.

રાજય સરકાર દ્વારા રોકાણકારોને આકર્ષવા માટે નવ નિતિ-નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમા રીયલ એસ્ટેટ, ઇ-વીકલ, પર્યટન, લોજીસ્ટીક હબ, એમએસએમઇ અને ફુડ પ્રોસેસીંગ સામેલ છે. આ વખતે સમિટમાં રાઉન્ડ ટેબલ મીટીંગને બદલે ઉદ્યોગપતિઓને આગળની હરોળમાં બેસાડવામાં આવશે.

(3:37 pm IST)