Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ડેટા પ્રાઇવેસીમાં ભારતની બદતર સ્થિતિઃ ૩જા ક્રમે સૌથી નબળુ

૪૭ દેશોના સર્વેમાં સૌથી નબળા પાંચ દેશોઃ ચીન-રશિયા-ભારત-થાઇલેન્ડ-મલેશીયાઃ યુરોપના દેશોમાં નાગરીકોની ગુપ્તતા સહુથી શ્રેષ્ઠ

મુબઇઃ ભારતમાં છેલ્લા થોડા સમયથી નાગરિકોની માહિતીની ગુપ્તતા એટલે કે પ્રાઈવસીને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. એવા સમયે યુકેની એક રીસર્ચ સંસ્થાએ ભારતના ૪૭ દેશોના સર્વેમાં માહિતીની સૌથી અસુરક્ષિત ગુપ્તતા માટે ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. ભારતના નાગરિકો માટે આ ખુબ ચિંતાજનક સમાચાર છે.

ભારતનો દુનિયાના ૪૭ દેશો વચ્ચે કરાયેલા પરીક્ષણમાં નાગરિકોની સૌથી અસુરક્ષિત ગોપનીયતામાં ત્રીજો ક્રમ આવ્યો છે. યુકેની રિસર્ચ સંસ્થા દ્વારા કરેલા આ પરીક્ષણમાં ભારતને ૫ માંથી ૨.૪ ક્રમાંક મળ્યા છે.

નાગરિકોનીગુપ્તતા જાળવી રાખવામાં સૌથી નબળાંદેશો આ મુજબ છે.

૧.ચીન  (૨)રશિયા (૩) ભારત (૪).   થાઈલેન્ડ (૫)મલેશિયા

આ યાદીમાં અમેરિકાનો ૭મો ક્રમ આવે છે. યુરોપના દેશો નાગરિકોની ગુપ્તતા જાળવી રાખવામાં બીજા દેશોની સરખામણીમાં આગળ છે.

ભારતના ગુપ્તતા જાળવવામાં પાછળ રહેવાનું શું કારણ છે? : આધાર આઇડેન્ટીફિકેશન સિસ્ટમ  આધાર કાર્ડ હેઠળ દરેક નાગરિકને યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આપવામાં આવે છે. આ ડેટાબેઝમાં ૧.૨૩ અબજ લોકોની બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન રહેલી છે. આ માહિતીઓમાં ખરીદી, વેચાણ, બેન્ક એકાઉન્ટ, વીમો વગેરે અતિશય ખાનગી બાબતોનો પણ સમાવેશ થાય છે. આ સિસ્ટમનો પહેલા પણ વિરોધ થઇ ચુકયો છે.  ડેટા પ્રોટેકશન બીલ  : દેશમાં સરકાર તરફથી કોઈ લોકોની માહિતીની ગોપનીયતાને લગતી કોઈ સખત બંધારણીય જોગવાઈ અથવા કાયદાનો અભાવ છે. આ કારણોસર ડેટા પ્રાઇવસી સત્ત્।ાવાર લાગુ કરી શકાતી નથી.

 વોટ્સએપ ઉપર દેખરેખ : દેશમાં સરકાર વડે લોકોના વોટ્સએપ અને ફેસબુકના એકાઉન્ટમાં દરેક મોકલેલ મેસેજ સાથે ડિજિટલ ફિંગરપ્રિન્ટ જોડવાની તજવીજ ચાલી રહી છે. જો આમ થશે તો લોકોની પ્રાઇવસી વધુ જોખમાશે.

C CTV: C CTV લગતા દેશમાં કોઈ ચોક્કસ અને સખત કાયદાઓ નથી અને તેનો કોઈ પણ સંસ્થા કે વ્યકિત કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે.

 બીજા કારણો  : સૂત્રોને મળેલી જાણકારી મુજબ હમણાં ભારતે ૧૦ સરકારી એજન્સીને ગૃહ વિભાગની પરવાનગી પછી કોઈ પણ કમ્પ્યુટરની માહિતીને ડીક્રીપ્ટ અને મોનિટર કરવાની પરવાનગી આપી છે.

આ ઉપરાંત ભારત થોડા થોડા સમયે માહિતી અમેરિકા સાથે પણ શેર કરે છે.

સૌથી વધુ ગોપનીયતાની સુરક્ષા ધરાવતા ટોચના દેશો  (૧.)નોર્વે (૨.)સાઉથ આફ્રિકા (૩.) સ્વિત્ઝરલેન્ડ (૪.) આજર્િેન્ટના  (૫.) કેનેડા 

(3:27 pm IST)