Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ફોરેકસ ડીલરને ૧ કરોડથી વધુ રોકડ ઉપર હવે TDS નહીં લાગે : સ્પે. પરિપત્ર

મની ચેન્જરને પણ છૂટ : NRI -વિદેશી પર્યટકોને પણ ફાયદો

રાજકોટ, તા. ૧૭ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (CBDT) એ, ફોરેકસ ડીલર અને મની ચેન્જરને બેન્કમાંથી રૂ. ૧ કરોડથી વધુના રોકડ ઉપાડ પરના ૧ ટકા TDSમાંથી મુકિત આપી છે. આમ , ફોરેકસ ડીલર અને મની ચેન્જરને TDS ભરવામાંથી  અને તેનું રિફંડ લેવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. NRI અને વિદેશી પર્યટકો, મુલાકાતીઓ ભારતની મુલાકાતે આવે ત્યાર તેમને ડોલર સહિત વિદેશી ચલણ ભારતીય રૂપિયામાં વટાવવું પડે છે અને આ પ્રકારે હજારો વિદેશીઓ ભારતમાં આવતા હોવાથી ફોરેકસ ડીલર અને મની ચેન્જર તેમને આ સુવિધા પૂરી પાડતા હોય છે.

આવકવેરા કલમ-૧૯૪-N અંતર્ગત કોઇપણ વ્યકિત બેન્ક, પોસ્ટ ઓફીસમાંથી રૂ. ૧ કરોડથી વધુનો ઉપાડ કરે તો તેના પર ૧ ટકા TDS કાપીને ચૂકવણી કરશે.  ફોરેકસ ડીલર અને મની ચેન્જરનો ધંધો કરનારને બેન્કમાંથી લાખો, કરોડોની રોકડનો ઉપાડ કરવાની જરૂર પડતી હોય છે. આથી આ અંગે નાણામંત્રાલય સમક્ષ કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને CBDT એ નોટિફીકેશન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે, ફોરેકસ ડીલર, મની ચેન્જર કે એજન્ટને ફોરેન કરનસી ખરીદીને તેના બદલામાં રોકડ ચૂકવે તો તે માટે રોકડ ઉપાડ પર ૧ ટકા TDS લાગુ પડશે નહીં.

(1:17 pm IST)