Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

હવે ભારત-પાકિસ્તાનની સરહદે તૈનાત થશે એન્ટી ડ્રોન સિસ્ટમ: હવામાં જ ઉડાવી દેશે દુશ્મનના કૂરચા

ત્રણ કી,મી,ની રેન્જમાં દરેક ડ્રોનના સિગ્નલને જામ કરી નષ્ટ કરાશે

પંજાબ બોર્ડર પરથી ડ્રોન દ્વારા હથિયારો મોકલવાનું ષડયંત્ર રચી રહેલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા હવે ભારતીય સેના સજ્જ બની છે. પંજાબમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે કે જેથી પાકિસ્તાન દ્વારા હથિયાર મોકલવાની હરકત પર લગામ કસી શકાય.

   આ એન્ટી ડ્રોન સિસ્ટમ ઇલેક્ટ્રો મેગ્નેટિક પલ્સ અને ફ્રીકવન્સી ટેકનીકનો ઉપયોગ કરી હથિયારો સાથે સરહદમાં ઘુસી રહેલા ડ્રોનના હવામાં જ ફૂરચા ઉડાવી દેશે. બીએસએફે 14 ઓક્ટોબરના રોજ પંજાબના ફિરોઝપુરમાં હજારાસિંહ વાલામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું.

   એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા 3 કિલોમીટરની રેન્જમાં આવનારા દરેક ડ્રોનના સિગ્નલને જામ કરી તેને નષ્ટ કરી શકાય છે. આ ઉપરાંત તેના હેન્ડલરની ફ્રિકવન્સી પણ જાણી શકાય છે.

(1:10 pm IST)