Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અયોધ્યા કેસઃ ૩ દિવસ હવે મોલ્ડિીંગ ઓફ રિલીફ

 નવી દિલ્હીઃ છેલ્લા ૩૯ દિવસોથી સુપ્રિમ કોર્ટમાં રામજન્મભૂમિ જમીન વિવાદ કેસની રોજે-રોજ સુનાવણી થઇ ગઇ છે. ગઇકાલે સાંજે ભારે નોક-ઝોક બાદ દલીલો પુરી થઇ અને ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇએ ચુકાદો રીઝર્વ રાખ્યો છે. તારીખ જાહેર થઇ નથી. શ્રી ગોગોઇ સહિત ૫ જજોની બેન્ચે આ સુનાવણી કરી.

 હવે સુપ્રિમ કોર્ટે તમામ પક્ષોને ''મોલ્ડિીંગ ઓફ રિલીફ'' માટે ૩ દિવસ આપ્યા છે. હવેના ૩ દિવસોમાં તમામ પક્ષકારો લેખિત સોંગદનામુ સુપ્રિમમાં રજુ કરશે. આ સાથે આ સુનાવણી કરી રહેલ સુપ્રિમની બેન્ચ આજે ચેમ્બરમાં બેસી વિચારવિમર્સ કરશે.

અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલ તમામ જજ આજે  ચેંબર બેંકમાં વ્યસ્ત રહેશે. તમામ જજો વચ્ચે અયોધ્યા કેસ અંગે ચર્ચા પણ થઇ શકે છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરે (દિવાળી પછી) રીટાયર્ડ થઇ રહયા હોય ચુકાદો તે પૂર્વે આવી જશે.

અયોધ્યા કેસમાં મધ્યસ્થીની કાર્યવાહી નિષ્ફળ જતા અંગે સુપ્રિમકોર્ટે રોજે-રોજ સુનાવણી હાથ ધરી ગઇકાલે કેસ પૂર્ણ કરેલ.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ ઉપરાંત બંધારણીય બેન્ચમાં જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભુષણ અને જસ્ટીસ એસ. એ. નઝીર સામેલ છે.

(11:22 am IST)