Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આર્થિક મંદીની વધુ એક અસર

ફયુઅલ ડિમાન્ડ બે વર્ષના નિચલા સ્તરે પહોંચી

ડિઝલની ડિમાન્ડ ઘટીઃ એટીએફના વેચાણમાં ઘટાડોઃ પેટ્રોલ - એલપીજીની ડિમાન્ડ સપ્ટેમ્બરમાં વધી

નવી દિલ્હી : ઓટો સેકટરમાં મંદીની અસર હવે ફયુઅલની  ડિમાન્ડ પર પણ જોવા મળી રહી છે . સપ્ટેમ્બર ૨૦૧૯ માં ફયુઅલ ડિમાન્ડ ઘટી ને બે વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે . જો કે સપ્ટેમ્બરમાં પેટ્રોલ અને એલપીજીની માંગમાં વધારો થયો છે જ્યારે ડીઝલની માગ ઘટી છે .

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(PPAC)ના આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં પેટ્રોલિયમ પ્રોડકટ નો વપરાશ ઘટીને ૧. ૬૦૧ કરોડ ટન પર આવી ગયો છે , જે જુલાઈ ૨૦૧૭ ના ૧.૬૦૬ કરોડ ટન કરતા ઓછો છે .

ભારતમાં ફયુઅલ તરીકે સૌથી વધુ ઉપયોગ ડીઝલનો થાય છે પણ તેનો ઉપયોગ સપ્ટેમ્બરમાં ૩.૨ ટકા ઘટીને ૫૮ લાખ ટન થઈ ગયો છે  રોડ કન્ટ્રકશનમાંં ઉપયોગમાં લેવાતા બીપ્યુમેનનો વપરાશ ૭.૩ ટકા ઘટીને ૩,૪૩,૦૦૦  થઈ ગયો છે .

જો વેચાણની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ફ્યુલ ઓઇલનું વેચાણ ૩.૮ ટકા ઘટીને પાંચ ,૨૫,૦૦૦ થઈ ગયું છે .પેટ્રોલનું વેચાણ સપ્ટેમ્બરમાં ૬.૨ ટકા વધીને ૨૩.૭ લાખ ટન થયું છે ,પણ જે ફયુઅલ અથવા એટીએફના વેચાણમાં ૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનું વેચાણ ૬,૬૬,૦૦૦ ટન થયુ છે. આ દરમ્યાન એલપીજીનું વેચાણ ૬ ટકા વધીને ૨૧.૮ લાખ ટન પર પહોચ્યુ છે. , જ્યારે કેરોસીનનું વેચાણ ૩૮ ટકા ઘટીને ૧,૭૬,૦૦૦ ટન થઇ ગયુ છે.

(11:07 am IST)