Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઉતરપ્રદેશમાં ૧૧ વર્ષીય પુત્રની સામે પોલીસ કસ્‍ટડીમા પિતાનું મોતઃ ૩ પોલીસ કર્મચારીઓ સસ્‍પેન્‍ડ

     હાપુડ (ઉતરપ્રદેશ) માં મર્ડર કેસમાં પૂછતાછ માટે બોલાવવામાં આવેલ ૩પ વર્ષીય પ્રદિપ તોમરનુ પોલીસ કસ્‍ટડીમાં મોત થયુ છે.

     સ્‍થળ પર હાજર તોમરના ૧૧ વર્ષીય પુત્રએ કહ્યું છે કે એમના પિતાને લાતોથી માર મારવામાં આવ્‍યો અને વિજળીના ઝટકા આપવામાં આવ્‍યા.

     આ ગંભીર મામલામાં એક એસએચઓ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સસ્‍પેન્‍ડ થયા છે. મેરઠના આઇજીએ કહ્યું કસ્‍ટડીમાં મોત માનવાધિકારોનું ઉલ્લંઘન છે.

(12:00 am IST)