Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રામપાલને હત્યાના બીજા કેસમાં આજીવન કેદની સજા

આજે જેલ પરિસરમાં જ કોર્ટની રચના કરાઇ : અગાઉ ૫ લોકોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઇ હતી

નવી દિલ્હી તા. ૧૭ : સતલોક આશ્રમ હત્યા મામલામાં સંત રામપાલને હરિયાણાની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે. એનો અર્થ એ થયો કે, હવે સંત રામપાલને જીવશે ત્યાં સુધી જેલમાં જ રહેવુ પડશે.

રામપાલને એક મહિલા અને ચાર બાળકોની હત્યા માટે દોષી ગણાવાયા છે. ઉલ્લેખનીય છે કે, રામપાલને કોર્ટે આજીવન કેદની સાથે એક લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

૧૧ ઓકટોબરે જ કોર્ટે રામપાલને દોષી ગણાવીને ૧૬ ઓકટોબરે સજા સંભાળવવાનુ એલાન કર્યુ હતુ.ઙ્ગ આ ચુકાદો સંભળાવવા માટે હિસાર જેલમાં જ વિશેષ કોર્ટ બેસાડવામાં આવી હતી.

જે મામલામાં રામપાલને દોષી ઠેરવાયો છે તેમાં એક મામલો મહિલા ભકતના શંકાસ્પદ મોતનો છે. જેનો મૃતદેહ રામપાલના આશ્રમમાંથી ૧૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ મળી આવ્યો હતો. જયારે બીજા મામલામાં રામપાલના ભકતો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. ૧૦ દિવસ સુધી થયેલી હિંસામાં ૪ મહિલાઓ અને એક બાળકનુંઙ્ગ મોત થયુ હતું. આ માટે પણ રામપાલને જ અદાલતે દોષી માન્યો છે.

કોર્ટે ચુકાદો આપ્યો તે પહેલા હિસાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતુ. હિસારમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી હતી અને જેલની ચારે તરફ ચાર કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી હતી. રામપાલના સમર્થકો શહેરમાં પ્રવેશી શકે નહીં તે માટે હિસારની બોર્ડર ૪૮ કલાક પહેલા જ સીલ કરી દેવામાં આવી હતી.(૨૧.૨૪)

(3:51 pm IST)