Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પુણેમાં મુકબધીર મહિલા પર બળાત્કાર :સેનાના ચાર જવાનો વિરુદ્ધ ફરિયાદ

સૈન્ય હોસ્પિટલમાં કામ કરતી મહિલાને બનાવી હવસનો શિકાર :ચાર વર્ષ સુધી દેહ અભડાવ્યો :ઇંદોરની એનજીઓનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો

પુણેમાં મુકબધીર મહિલા પર બળાત્કારના ગુન્હામાં પુણે પોલીસે સેનાના ચાર જવાનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે ચારેય જવાનો પર આરોપ છે કે તેમણે ચાર વર્ષ સુધી એક મૂક-બધિર મહિલા સાથે બળાત્કાર કર્યો છે.

  જાણવા મળ્યા મુજબ પીડિતા ખડકીની એક સૈન્ય હોસ્પિટલમાં કામ કરે છે. આરોપીઓ પીડિતાને અહીં જ પોતાની હવસનો શિકાર બનાવતા હતા. પોલીસે એફઆઈઆર નોંધી છે. જ્યારે ખડકી ખાતે સેનાના મુખ્યાલયે ચારેય આરોપી જવાનો વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે.

 આ પીડિતા મૂક-બધિર છે અને જુલાઈમાં તેણે ઈન્દૌરની એક એનજીઓનો સંપર્ક કર્યો હતો. એનજીઓએ વિશેષજ્ઞની મદદથી સાંકેતિત ભાષામાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું

(1:29 pm IST)