Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

MeToo: એમ.જે.અકબર વિરૂધ્ધ ૨૦ મહિલા પત્રકારો પુરાવા આપવા તૈયાર

અકબર સત્તા ભોગવવામાં મસ્ત છે

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્રીય મંત્રી એમ.જે.અકબરે પત્રકાર પ્રિયા રામાણી પર માનહાનિનો કેસ કર્યાના એક દિવસ બાદ ૨૦ મહિલા પત્રકારો પ્રિયાના સમર્થનમાં આવી છે. ૧૯૯૦માં એશિયન એજમાં એમ.જે. અકબર સાથે કામ કરી ચૂકેલી ૨૦ મહિલાઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'માનહાનિના કેસની સુનાવણીમાં માનનીય કોર્ટ અમારામાંથી કેટલીક મહિલાઓ સાથે થયેલી જાતીય સતામણીના પુરાવા પણ ધ્યાનમાં લે. અરજીકર્તાએ અમારી સાથે કરેલી જાતીય સતામણીના કેટલાક સાક્ષીઓ પણ છે.'

વિવિધ મીડિયા હાઉસના ઘણા પત્રકારોએ કેંદ્રીય મંત્રી અને પૂર્વ એડિટર પર જાતીય સતામણી અને દુર્વ્યવહારનો આરોપ મૂકયો છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ્નપ્ફૂવ્ંં મૂવમેન્ટ અંતર્ગત મહિલાઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે. પ્રિયા રામાણીએ એમ. જે. અકબર પર લગાવેલા જાતીય સતામણીના આરોપને પગલે એમ. જે. અકબરે સોમવારે પ્રિયા પર માનહાનિનો કેસ કર્યો છે.

મંગળવારે પૂર્વ પત્રકાર તુષિતા પટેલે એમ.જે. અકબરે પર આરોપ મૂકતા કહ્યું કે, 'તેમણે મને કામનું બહાનું કાઢીને પોતાના હોટલના રૂમમાં બોલાવી. જયારે હું પહોંચી ત્યારે તેઓ માત્ર અંડરવેયર પહેરીને દરવાજો ખોલવા આવ્યા હતા. ૧૯૯૦ના શરૂઆતના વર્ષોની વાત છે જયારે હું ૨૨ વર્ષની ટ્રેઈની હતી.' તુષિતાનો આરોપ છે કે જયારે તે હૈદરાબાદમાં એક ન્યૂઝપેપરમાં કામ કરતી હતી તે વખતે અકબરે બે વખત તેનું શારીરિક શોષણ કર્યું.

એક નિવેદનમાં મહિલાએ કહ્યું કે, 'એમ. જે. અકબરે લીધેલા કાયદાકીય પગલા સાબિત કરે છે કે તેઓના કારણે આટલા વર્ષો સુધી ઘણી મહિલાઓએ ભોગવેલી અસહ્ય પીડા અને નુકસાનને સ્વીકારવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે પોતે તૈયાર નથી. આ દરમિયાન તેઓ મંત્રી અને સંસદ સભ્ય તરીકેનો લાભ ઉઠાવવામાં મસ્ત છે.' આફ્રિકાના પ્રવાસેથી આવ્યાના કલાકો બાદ એમ.જે. અકબરે નિવેદન આપ્યું કે, પુરાવા વિના આરોપ મૂકવામાં આવ્યા છે. સોમવારે પ્રિયા રામાણીએ કહ્યું કે, માનહાનિની નોટિસનો જવાબ આપવા માટે તૈયાર છે.(૨૧.૯)

(11:45 am IST)