Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રાજકોટમાં કોરોનાની 5 કલાકમાં અડધી સદી : સાંજે વધુ 56 સહિત આજે કુલ 99 કેસ નોંધાયા : આજે 202 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 56 અને બપોરે 43 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 99 કેસ નોંધાતા કુલ કેસ 4830 થયા છે.આજે 202 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજનાં 5 વાગ્યા સુધીમાં 56 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસ  4830 થયા. હાલ 1152 દર્દીઓ  સારવાર હેઠળ છે.

(6:53 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST