Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ: એક જવાન શહીદ

ઘૂસણખોરી કરતા આતંકીઓએ ફાયરિંગ કરતા સુરક્ષાદળોએ વળતો જવાબ આપ્યો

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયા છે.  હંદવાડામાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ હતી.   

     સેનાના જવાન પર આતંકીઓએ ફાયરિંગ કરતા સેનાએ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો હતો. આતંકવાદી સાથેની અથડામણમાં સેનાના એક જવાન શહીદ થયા છે

   ગુરૂવારે પણ હંદવાડામાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા અથડામણ થઈ હતી. સેનાએ  આતંકવાદીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવતા ચાર જવાન ઘાયલ થયા હતા.

 

(1:28 pm IST)