Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

બિહારના શેલ્ટર હોમ મામલે રાજીનામુ આપનારા પૂર્વ મંત્રી મંજુ શર્માને ઘરે સીબીઆઈના દરોડા

પટના અને બેગુસરાયમાં આવેલા નિવાસ સ્થાને તપાસ શરુ

પટના :બિહારમાં શેલ્ટર હોમ મામલે રાજીનામું આપનાર પૂર્વ મંત્રી મંજૂ વર્માના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ પટના અને બેગૂસરાયમાં આવેલા તેમન  નિવાસ સ્થાને તપાસ શરૂ કરી હતી.

  સીબીઆઈ તપાસના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે  મુજફ્ફરપુરના શેલ્ટર હોમમાં 34 યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટના બાદ બિહારમાં નીતિશ કુમારની મુશ્કેલી વધી હતી. આ મામલે નીતિશ કુમારે સીબીઆઈ તપાસના પણ આદેશ આપ્યા છે.

  સીબીઆઈએ દુષ્કર્મ મામલે કેસ નોધી છે. જ્યારે ભોજપુર, મુંગેર, અરરિયા, મધુબની અને ભાગલપુરમાં સામાજિક કલ્યાણના સહાયક નિદેશકોને સસ્પેન્ડ કરવામાં  આવ્યા છે.

(1:11 pm IST)