Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ચાર યુધ્ધ અને બે પરમાણુ પરીક્ષણના રહ્યા છે સાક્ષી : અટલજીએ 11 PMનો જોયો કાર્યકાળ

નવી દિલ્હી તા. ૧૭ : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂથી લઇને મનમોહન સિંઘના વડાપ્રધાનકાળના સાક્ષી રહ્યાં છે. ૧૯૫૭માં જયારે બલરામપુરથી જીત મેળવીને પ્રથમવખત લોકસભા પહોંચ્યા ત્યારે નેહરૂ દેશના પીએમ હતા.

૨૦૦૬માં જયારે તેમણે રાજકારણમાંથી સંન્યાસ લીધો ત્યારે મનમોહન સિંઘ પાસે દેશની સત્તા હતી. પોતાના રાજકારણના સફરમાં અટલજીએ પંડિત નેહરૂ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજીભાઇ દેસાઇ, ચૌધરી ચરણસિંહ, વીપી સિંહ, ચંદ્રશેખર, એચડી દેવગૌડા, ઇન્દ્રકુમાર ગુજરાલ અને મનમોહનસિંઘના કાર્યકારના સાક્ષી રહ્યાં છે.

વાજપેયજી પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથેના એકમાત્ર યુધના સાક્ષી પણ રહ્યાં છે. પાકિસ્તાન સાથે ૧૯૯૯માં કારગિલ મોરચે થયેલા યુધ્ધમાં વાજપેયી પોતે દેશના વડાપ્રધાન હતા. આ અગાઉ શાંતિ સ્થાપવાના ઇરાદે બસમાં લાહોર સુધીની યાત્રા બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુધ્ધના કારણે તેઓને ઘણો આઘાત લાગ્યો હતો.

વાજપેયજી દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા બંને પરમાણુ પરીક્ષણના સાક્ષી રહ્યાં છે. પોખરણમાં ૧૯૯૮માં કરાયેલા પરમાણુ પરીક્ષણ દરમિયાન તેઓ પોતે વડાપ્રધાન હતા. જયારે આ અગાઉ ૧૯૭૪માં કરાયેલ પરીક્ષણ દરમિયાન ઇન્દિરા ગાંધી પીએમ હતા. તે સમય વાજપેયજીને ઇન્દિરા સરકારના આ નિર્ણયનું ખુલ્લેઆમ સમર્થન કર્યું.(૨૧.૮)

(11:31 am IST)