Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ત્યારે અટલજીએ કહ્યું હતું કે, રાજીવ ગાંધીના લીધે હું જીવતો છું

 ભારતીય રાજકારણના શિખર પુરુષ રહેલા અટલ બિહારી વાજપેયીએ ૧૯૫૨થી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ તેઓએ કયારેય વ્યકિતગત રીતે કોઇની પણ ઉપર કાદવ ઉછાળ્યો નથી. તેઓ રાજકારણમાં માનવીય મૂલ્યોના પક્ષઘર હતા. તેમના નહેરૂ-ગાંધી પરિવારની સાથે પણ એટલા જ સારા સંબંધો રહ્યા છે. આ બધાની વચ્ચે રાજીવ ગાંધીનો તેમણે નવા જીવન માટે ખાસ આભાર વ્યકત કરતા હતા.

૧૯૮૭નીસાલમાં અટલ બિહારી વાજપેયી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. તે સમયે તેમની સારવાર અમેરિકામાં જ શકય હતી. પરંતુ આર્થિક સાધનોની તંગીના લીધે તેઓ અમેરિકા જઇ શકયા નહોતા. આ દરમ્યાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીને વાજપેયીની બીમારી અંગે ખબર પડી. તેઓ તુરતજ પોતાની ઓફિસમાં અટલજીને મળ્યા ત્યારબાદ રાજીવ ગાંધી એ કહ્યું કે તેઓ તેમને સંયુકત રાષ્ટ્રમાં ન્યૂયોર્ક જનાર ભારતના પ્રતિનિધિમંડળમાં સામેલ કરી રહ્યાં છે.  અટલજીનું સંપુર્ણ માન જળવાય તે રીતે તેમને ભારતીય ટીમમાં સામેલ કરી અમેરીકા જવાની સગવડ રાજીવજીએ કરી આપેલ. આ ઘટનાનો ઉલ્લેખ પ્રખ્યાત પત્રકાર કરણ થાપરે પોતાના પુસ્તક ધ ડેવિલ્સ એડવોકેટમાં કર્યો છે.

  ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ અટલ બિહારી વાજપેયી એ તેમને યાદ કરતાં આ વાત પહેલી વખત જાહેરમાં કહી હતી. તેમણે કરણ થાપરને કહ્યું કે હું ન્યૂયોર્ક ગયો અને તેના લીધે જ હું આજે જીવતો છું.

વાત એમ હતી કે ન્યૂયોર્કથી સારવાર કરાવી ભારત પાછા ફર્યા તો આ ઘટનાનો બંનેમાંથી એકેય નેતાએ ઉલ્લેખ પણ કર્યો નહોતો. કહેવાય છે કે આ સંદર્ભમાં તેમણે પોસ્ટકાર્ડ મોકલી રાજીવ ગાંધીના પ્રત્યે આભાર પ્રકટ કર્યો હતો. રાજીવ ગાંધીના મોત બાદ આ ઘટના અંગે ખુદ અટલ બિહાલી વાજપેયીએ કરણ થાપરને તેમના પ્રોગ્રામમાં આ વાતી કહી ત્યારે આખી દુનિયાને આ વાતની ખબર પડી. (૪૦.૩)

(11:30 am IST)