Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઉજ્જૈનની ભાંગના શોખીન હતા અટલજી

ગ્વાલિયરની દરેક ખાઉગલી તેમની ફેવરિટ જગ્યા હતી

ર૦૦૪ ની ૭ માર્ચનો આ ફોટો છે. એ દિવસે ધુળેટીના અવસરે અટલ બિહારી વાજપેયી દિલ્હીમાં રંગોથી રંગાઇ ગયા હતાં.

ઉજ્જૈન તા. ૧૭ :.. અટલ બિહારી વાજપેયીની કવિતાઓ અને ભાષણોના દાખલા અપાય છે. જેટલાં જોશીલાં તેમનાં ભાષણો હોય છે એટલી જ તેમની કવિતાઓ જોરદાર હોય છે. તેમની ઓળખ એક બહુમૂખી રાજનેતા કે કવિ તરીકે જ નહીં પરંતુ ખાવા-પીવાના શોખીન તરીકે પણ આપી શકાય. તેઓ ખાવાના એટલા શોખીન હતા કે ગ્વાલીયરની ભાગ્યે જ કોઇ એવી ગલી હશે જયાંની ચીજોનો સ્વાદ તેમણે ચાખ્યો ન હોય. ગ્વાલીયરની પ્રસિધ્ધ મીઠાઇઓથી લઇને કચોરી અને મંગોડી પણ તેમણે હોંશથી ખાધી છે. વાજપેયીજીને માંસાહાર પણ ખૂબ પસંદ હતો.

અટલજીએ માંસાહાર પ્રત્યેની તેમની લાગણીઓ કયારેય છૂપાવી નહોતી. તેમના પસંદગીના માંસાહારમાં ઝિંગા માછલી ગણાવી શકાય. આ ઉપરાંત તેમને ચાઇનીઝ ફુડ અને ખીચડી પણ બેહદ પસંદ હતાં.

મીઠાઇમાં માલપૂઆ અને ખીર તેમની પસંદગીની મીઠાઇઓ હતી. માંસાહાર અને મીઠાઇ બાદ તેમની પ્રિય ચીજોમાં ભાંગ ગણાવી શકાય. અનેક પ્રસંગે તેઓ વિશેષરૂપે  ઉજ્જૈનથી ભાંગ મગાવતાં. અટલજીને ઉજ્જૈનની બદામ અને સૂકા મેવા ભરેલી ભાંગ ખૂબ જ પસંદ હતી. (પ-

(11:28 am IST)