Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સોનુ ખરીદવા માટેનો બેસ્ટ સમય : ૧૯ મહિનાના નીચલા સ્તરે પહોંચી કિંમત

સોના -ચાંદીની કિંમતમાં રેકોર્ડ ઘટાડો

નવી દિલ્હી તા. ૧૭ : સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનાની કિંમત હવે ૧૯ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં ગુરૂવારે ગોલ્ડની કિંમત ૧૧૮૬ ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ. તેમ છતાં ભારતમાં આગામી સમયમાં સોનાની કિંમત વધવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામે ૨૯૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામએ ૭૧૫ રૂપિયાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં સોનું ૯૯.૯ અને ૯૯.૫ ટકા શુદ્ઘતા ૨૯૦-૨૯૦ રૂપિયાનો ઘટાડા સાથે ક્રમશઃ ૩૦,૩૪૦ અને ૩૦,૧૯૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે. તો આઠ ગ્રામની ગિન્નીનો ભાવ ૧૦૦ રૂપિયા ઘટીને ૨૪, ૫૦૦ રૂપિયા છે. જયારે ચાંદીમાં ૭૧૫ રૂપિયાના ઘટાડા સાથે ૩૮,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.

મુંબઈ બુલિયન એસોશિયેશનના પ્રમુખએ કહ્યું કે, હાલમાં સોનું ખરીદવા માટેનો સારો સમય છે. કારણ કે આગામી સમયમાં સોનાની માગ વધવાના કારણે કિંમતો વધશે. એવામાં જેમણે સોનું બાદમાં ખરીદવું છે, તેમના માટે સોનું ખરીદવાનો આ સારો સમય છે.

જવેલર્સનું કહેવું છે કે, આવનારા સમયમાં નવરાત્રિ, કડવાચોથ, દિવાળી અને પછી લગ્નની સીઝન શરૂ થઈ રહી છે. એવામાં સોનાના સિક્કા અને જવેલરીની માગ વધી શકે છે. જો બુલિયન એકસપર્ટ્સ અને પાછલા વર્ષોનો ટ્રેન્ડ જોઈએ તો આ સમયે સોનાનો ભાવ વધે છે.

આ વર્ષે માર્ચ ૨૦૧૮માં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૨,૦૬૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. હવે ઓગસ્ટ મહિનામાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૦,૦૦૦ રૂપિયા આપસાપ છે. જવેલર્સ મુજબ આગામી ફેસ્ટિવલ સમયમાં સોનાનો ભાવ ૭દ્મક ૧૦ ટકા વધી શકે છે. એટલે કે સોનાની કિંમતો હવે ૩૨,૦૦૦ સુધી ફરીથી પહોંચી શકે છે.(૨૧.૬)

 

(10:30 am IST)