Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

નાળાના અધખુલ્લા ઢાંકણા નીચેથી મળ્યો નવજાત છોકરો

ચેન્નઇ તા.૧૭: તામિલનાડુની રાજધાની ચેન્નઇના વલસરવક્કમ વિસ્તારમાં ૧૫ ઓગષ્ટની વહેલી સવારે એક નાળા પાસેથી કોઇ બચ્ચું રડતું હોય એવો ઝીણો-ઝીણો અવાજ આવતો હતો. નજીકમાં રહેતી ગીતા નામની મહિલાને થયું કે નાળાના અધખુલ્લા ઢાંકણા તળે ફસાયેલું બચ્ચુ જો જીવતું હોય તો લાવ કાઢી લઇએ. તેણે નીચે નમીને જોયું તો ખાસ કશુ દેખાયું નહીં. તેણે હાથ નાખીને એ ચીજ ખેંચવાની કોશિશ કરી. તેના હાથમાં તાજું જન્મેલું બાળક આવ્યું. આ બાળકને અહીં ફેંકી જનારે તેના ગળામાંથી ગર્ભનાળ પણ કાઢવાની તસ્દી નહોતી લીધી. પહેલાં તો ગીતાએ બાળકને પાણીથી સાફ કરીને કપડામાં વીંટયું. રડી-રડીને અધમૂઅું થઇ ગયેલું બાળક બરાબર શ્વાસ લઇ શકતું ન હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે હવે આ બાળક બિલકુલ સ્વસ્થ છે. સ્વાતંત્ર્યદિને આ છોકરાને મોતના મુખમાંથી બચાવનાર ગીતાબહેને તેનું નામ પાડયું સુતંતિરમ એટલે કે ફ્રીડમ.(૧.૫)

(10:28 am IST)