Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પોખરણ પરમાણુ પરીક્ષણ સૌથી મોટો નિર્ણય :પ્રખર રાજકીય ઇચ્છાશક્તિએ તેઓને વિકટ પરિસ્થિતિમાં પણ ''અટલ'' રાખ્યા

એન્જીનીયર્સને આર્મીના ડ્રેસમાં મોકલ્યા :રણનીતિ સફળ રહી ણ અમેરિકાની સીઆઇએને પણ ગંધ ન આવી

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનુ નિધન થતાં સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. તેમણે ગુરૂવારે દિલ્હીની એમ્સમાં રાત્રે 5.05 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં

અટલ બિહારી વાજપેયીએ લાલબહાદુર શાસ્ત્રી તરફથી આપવામાં આવેલ 'જય જવાન જય કિસાન' માં 'જય વિજ્ઞાન' પણ જોડી દીધો હતો તેમને દુનિયાના દિગ્ગજ દેશો તેમાય ખાસ કરીને અમેરિકાના ડરને એકબાજું પર મૂકીને પોખરણમાં પરમાણુ પરીક્ષણ (1998) કર્યો.

  પરીક્ષણ પછી અમેરિકા, કેનેડા, જાપાન અને યૂરોપિયન યૂનિયન સહિત કેટલાક દેશોએ ભારત પર ઘણા બધા પ્રતિબંધ લગાવી દીધા હતા, પરંતુ અટલજીની પ્રખર રાજકિય ઈચ્છાશક્તિએ તેમને તે વખતની વિકટ પરિસ્થિતિમાં પણ અટલ બનાવી રાખ્યા. પોખરણમાં પરીક્ષણ વાજપેયીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક હતો.

   વાજપેયીને તે વાતની ખબર હતી કે, અમેરિકાને પરમાણુ પરીક્ષણની ખબર પડશે તો દબાવ આવશે. અમેરિકાને ખબર ના પડે તેથી પરીક્ષણ સાથે જોડાયેલ એન્જિનિર્યર્સને પણ આર્મીના ડ્રેસમાં ત્યાં મોકલ્યા હતા. તેમની રણનીતિ સફળ રહી. તેમને અમેરિકાની સીઆઈએને ગંધ પણ આવવા દીધી નહતી. દેશને દુનિયાને ગણ્યાગાઠ્યા પરમાણુ સંપન્ન દેશમાં સામેલ કરી દીધો.

   તેમને તેમની કવિતામાં કહ્યું, "મેરી કવિતા જંગ કા એલાન હે, પરાજય કી પ્રસ્તાવના નહી. વહ હારે હુએ સિપાહી કા નેરાશ્ય-નિનાદ નહી, ઝૂઝતે યોદ્ધા કા જય સંકલ્પ હૈ. વહ નિરાશા કા સ્વર નહી, આત્મવિશ્વાસ કા જયઘોષ હૈ."

(11:58 am IST)