Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વાજપેયીજીનાં પાર્થીવ શરીરની રાખને યુપીની તમામ નદીઓમાં પ્રવાહિત કરાશે:કાલે તમામ સરકારી કચેરીઓ-શાળા કોલેજો બંધ પાળશે

લખનૌ ;પૂર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપેયીનું નિધન થતા દેશભરમાં ઘેરાઓ શોક છવાયો છે કેન્દ્ર સરકાર દ્વારા વાજપેયીનાં સન્માનમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સરાકરે પણ શુક્રવારે રજાની જાહેરાત કરી હતી.

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાજપેયીનાં નિધન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે અંગત હિતથી આગળ વધીને હંમેશા દેશહિતમાં કામ કર્યું હતું. વાજપેયી દેશમાં રાજનીતિક સ્થિરતા લાવ્યા હતા.

:મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, વાજપેયીજીનાં નિધન અંગે શુક્રવારે ઉત્તરપ્રદેશમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. તમામ સરકારી ઓફીસ અને શાળા-કોલેજ કાલે બંધ રહેશે. તેમણે કહ્યું કે વાજપેયીજીનાં પાર્થીવ શરીરની રાખને યુપીની તમામ નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે. 

(12:00 am IST)