Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વાજપેયી ન્યુમોનિયાથી પીડિત હતા ;કામ નહોતા કરતા મુખ્ય અંગો ;તબીબો

 

નવી દિલ્હી :એમ્સના તબીબો મુજબ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નિમોનિયાથી પીડિત હતા અને તેના મુખ્ય અંગોએ  બંધ  કર્યું હતું,તેઓએ કહ્યું કે 93 વર્ષીય નેતાને તેના જીવનના અંતિમ દિવસોમાં એક્સ્ટ્રાકોરપોરિયલ મેમ્બ્રેન ઓક્સિજીનેશન સપોર્ટ પર રાખ્યા હતા,

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાને આજે વાજપેયીના નિધનની જાહેરાત કરી હતી પૂર્વ વડાપ્રધાન અટલજીને કેટલીક સમસ્યાને લઈને 11મી જૂનથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

   એક ચિકિત્સકે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે ; તે નિમોનિયાથી પીડિત હતા અને તેના મુખ્ય અંગ કામ કરતા બંધ થયા હતા,આવા દર્દીઓના હૃદય અને શ્વશન સબંધી સપોર્ટ અપાઈ છે જેનાથી હૃદય અને ફેફસા યોગ્ય રીતે પોતાનું કામ કરી શકે છે

  પૂર્વ વડાપ્રધાનને કિડની અને મૂત્રનળીમાં સંક્રમણ, ઓછો મૂત્ર થવાનો અને હ્ર્દયને જકડનની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તબીબોએ કહ્યું કે સમયાન્તરે તેનું ડાયાલીસીસ કરાઈ રહ્યું હતું

  વાજપેયી ડાયાબિટીસથી પીડિત હતા વર્ષ 2009માં તેને આઘાત લાગ્યો હતો જેનાથી તેની શ્રમતા નબળી પડી હતી અને કેટલાક સમય બાદ ડિમેંશિયા થયું હતું

(12:00 am IST)