Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કવિતાઓથી તમામ પ્રભાવિત

તૂ દબે પાંવ ચોરી છીપે સે ન આ, સામને વાર કર... : મેં જી ભર જીયા, મેં મન સે મરુ, લૌટ કર આઉંગા કૂચ સે ક્યું ડરુ.......જ્યારે વાજપેયીની મોત સાથે પણ ઠની

નવીદિલ્હી, તા. ૧૬ : કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું દ્વારા તમામને પ્રેરિત કરનાર અટલ અવાજ આજે હંમેશ માટે ખામોશ થઇ જતાં દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આજે બપોર બાદ એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાજપેયી કવિતા મારફતે પણ ઘણી બધી બાબતો કહી જતા હતા. વાજપેયીને એક રાજનેતા તરીકે જેટલું પ્રેમ સ્નેહ મળ્યું, તેમની કવિતાઓને પણ એટલું જ પ્રેમ અને સન્માન મળ્યું હતું. જીવનને નિહાળવા માટેના દ્રષ્ટિકોણ વાજપેયીએ કવિતા મારફતે મુક્યા હતા. આજે વાજપેયી હંમેશ માટે શાંત થઇ ગયા હતા ત્યારે તેમની કવિતાઓ ઘણી બધી વાત કરી જાય છે. વાજપેયીએ મોતની આંખોમાં જોઈને પોતાની કવિતાથી હાર આપી હતી. આજે તેમની કવિતા ફરી યાદ આવે છે.-મોત સે ઠન ગઈ.

જૂઝને કા મેરા ઇરાદા ન થા, મોડ પર મિલેંગે ઉસકા વાદા ન થા

રાસ્તા રોક કર વહ ખડી હો ગઈ, યોં લગા જિંદગી સે બડી હો ગઈ

મૌત કી ઉંમર ક્યા હૈ, દો પલ ભી નહી, જિંદગી સિલસિલા આજકલ કી નહીં

મેં જી ભર જીયા, મેં મન સે મરુ, લૌટકર આઉંગા કૂચ સે ક્યોં ડરુ

તૂ દબે પાંવ ચોરી છીપે સે ન આ, સામને વાર કર ફીર મુઝે આજમા

મૌત સે બેખબર જીંદગી કા સફર, શામ હર સુરમઈ રાત બંસી કા સ્વર

બાત ઐસી નહીં કિ કોઈ ગમ હી નહીં, દર્દ અપને પરાયે કુછ કમ ભી નહીં

પ્યાર ઇતના પરાયો સે મુઝકો મિલા, ન અપનો સે બાકી હૈ કોઇ ગિલા

હર ચુનૌતી સે દો હાથ મૈંને કિએ, આંધીઓ મેં જલાયે હૈ બુઝતે દિયે

આજ ઝકઝોરતા તેજ તુફાન હૈ, નાવ ભંવરો કી બાંહો મેં મહમાન હૈ

(7:41 pm IST)